દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ ગાઝિયાબાદથી ફોન કર્યો હતો. હાલ આરોપીનો ફોન બંધ છે.
રાજધાની દિલ્હીથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીએ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે જણાવ્યું હતુ કે મોડી રાત્રે ગાઝિયાબાદ પોલીસને PCR પર ફોન ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીનો મોડી રાત્રે 11 વાગ્યે કોલ આવ્યો હતો. જેના પછી ગાઝિયાબાદ પોલીસે દિલ્હી પોલીસે તેની જાણકારી આપી છે. હાલ આરોપીનો ફોન બંધ છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.













