દિલ્હી આપ પાર્ટીને સત્તામાંથી હટાવીને 27 વર્ષનો વનવાસ બીજેપી પૂર્ણ કરીને ફરી એકવાર સત્તા પર આવી છે. ત્યારે હવે દિલ્હીના સીએમ કોણ બનશે તેને લઇને ચર્ચાઓ તેજ બની છે. બીજેપી કોને સીએમ બનાવી શકે તેને લઇને કેટલાક નામો ચર્ચામાં છે પરંતુ એવુ પણ બની શકે કે બીજેપી કોઇ સરપ્રાઇઝ આપશે ?

પ્રવેશ વર્મા હશે મુખ્યમંત્રી?
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપનું ટોચનું નેતૃત્વ નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માને ઈનામ આપી શકે છે અને તેઓ દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનવાની રેસમાં આગળ છે. ચૂંટણી પરિણામો પછી પ્રવેશ વર્મા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પણ ગયા હતા. આ પછી તેઓ ભાજપના કેટલાક નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળવા માટે દિલ્હી રાજ નિવાસ પણ પહોંચ્યા હતા.

કે બીજેપી ચોંકાવશે ?
જો કે એ કહેવુ મુશ્કેલ રહેશે કે બીજેપીના કેન્દ્રીય નેતૃત્વના મનમાં શું ચાલી રહ્યું છે. કારણ કે આપણે જોઇએ તો બીજેપી અન્ય રાજ્યોમાં અજાણ્યા ચહેરાને સીએમ પદે લાવીને સૌને ચોંકાવી દીધા છે. જેનું ઉદાહરણ છે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રી. આ રાજ્યોમાં બીજેપીની જીત બાદ જે ચર્ચા હતી સીએમ પદને લઇને તેમાંથી કોઇને મુખ્યમંત્રી બનાવાયા જ નથી. છત્તીસગઢમાં ભાજપે સરકારનું નેતૃત્વ વિષ્ણુ દેવ સાંઈને, મધ્યપ્રદેશમાં મોહન યાદવને અને રાજસ્થાનમાં ભજનલાલ શર્માને સોંપ્યું.

દિલ્હીમાં આ નામોની ચર્ચા તેજ
મહત્વનું છે કે જ્યારે દિલ્હીમાં 1993થી 1998ની વચ્ચે ભાજપ સરકાર હતી ત્યારે મદનલાલ ખુરાના, સાબિહ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ આ ત્રણ મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારે જોહાલમાં કયા નામો રેસમાં આગળ છે તેને લઇને તો ચર્ચા કરીએ તો પ્રવેશ વર્મા. આરએએસએસના ખાસ અજય મહાવર, પૂર્વાંચલી અભય વર્મા અને પંકજ સિંહ સહિત ભાજપના 3 વાર ધારાસભ્ય રહેલા વિજેન્દ્ર ગુપ્તા અને એબીવીપી નેતા અને એનડીએમસીના ઉપાધ્યક્ષ સતીષ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
જો કે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.

  • Follow us on: