- આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કર્યું ટ્વિટ
- આજે સાંજે 6 વાગે કરશે પત્રકારો સાથે વાત
- CBIના સમન્સને અત્યાચાર ગણાવ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. લિકર પોલીસ કેસમાં CBIએ કેજરીવાલને હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેજરીવાલને રવિવારે 16 એપ્રિલના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવવામા આવ્યું છે.
સંજય સિંહે ટ્વિટ કરીને આ સમન્સને અત્યાચાર ગણાવ્યું હતું. તેમણે લખ્યું હતું, અત્યાચારનો અંત ચોક્કસ થશે. અરવિંદ કેજરીવાલને CBI દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે જે મામલે સાંજે 6 વાગે પત્રકારો સાથે વાત કરીશ.
શું છે દિલ્હી લિકર પોલિસી કેસ
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી એક્સાઈઝ પોલિસી લાગુ કરી હતી. દિલ્હી સરકારે આ નવી નીતિ લાગુ થાય બાદ રેવન્યુમાં વધારો થવાની સાથે સાથે માફિયા રાજ ખતમ થવાનો તર્ક આપ્યો હતો. જોકે, થયું આનાથી તદ્દન ઊંધું. દિલ્હી સરકારી તિજોરીને મોટું નુકશાન થયું. દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે જુલાઇ 2022માં દિલ્હીના એલજી વી. કે. સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં મનીષ સિસોદિયા પર લિકરના ઉદ્યોગકારોને ગેરકાયદેસર લાભ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો.
એલજીએ કરી હતી CBI તપાસની ભલામણ
એલજીએ આ કેસની તપાસ CBI પાસે કરાવવા માટે ભલામણ કરી હતી. એલજીની ભલામણ બાદ 17 ઓગસ્ટ 2022ના રોજ CBIએ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. લગભગ 6 મહિના પછી CBIએ મનીષ સિસોદિયાની ફેબ્રુઆરી 2023 મહિનામાં ધરપકડ કરી લીધી હતી. સિસોદિયા ત્યારથી જેલમાં બંધ છે.
જણાવી દઈએ કે, આ કેસમાં દિલ્હીના પૂર્વ સીએમ મનીષ સિસોદિયા હાલ જેલમાં બંધ છે. સિસોદિયાને CBIએ 26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. જેલમાં બંધ મનીષ સિસોદિયાની EDએ પણ પૂછપરછ કરી હતી. ED એ પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. EDએ સિસોદિયાને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરી હતી. મનીષ સિસોદિયાએ આ મામલે રાઉજ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.









