ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે.  આજે પાર્ટી માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે ભાજપ 27 વર્ષ પછી રાજધાનીમાં સત્તામાં પાછી આવી છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. શપથગ્રહણ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા છે. પીએમ મોદી પણ શપથ સમારોહમાં પહોંચ્યા છે. 


[[$googlead]]

આશિષ સૂદ- મનજિંદર શિરસાએ લીધા મંત્રી પદના શપથ

[[$alsoread]]

જનકપુરીના ભાજપના ધારાસભ્ય આશિષ સૂદે મંત્રી પદના શપથ લીધા. આશિષ સૂદ પછી, રાજૌરી ગાર્ડનના ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ મંત્રી તરીકે શપથ લીધા. સિરસાએ પંજાબીમાં શપથ લીધા.


પ્રવેશ વર્માએ દિલ્હીના કેબિનેટ મંત્રી તરીકે પણ શપથ લીધા

પ્રવેશ વર્માએ દિલ્હીના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે સીએમ રેખા ગુપ્તા પછી પદના શપથ લીધા. પ્રવેશ વર્માએ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા.


એલજીએ અપાવડાવ્યા શપથ

દિલ્હીના સીએમ પદ પર રેખા ગુપ્તાએ શપથ લીધા છે. એલજીએ રેખા ગુપ્તાને શપથ અપાવ્યા છે. નવા મુખ્યમંત્રીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમના ઘરે પણ કડક બંદોબસ્ત ખડકી દેવાયો છે. 


શપથ લેતા પહેલા શું બોલ્યા રેખા ગુપ્તા ? 

રેખા ગુપ્તાએ શપથ લેતા પહેલા મીડિયા સાથે વાત કરતી વખતે જણાવ્યું કે મને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હું પીએમ મોદી અને ટોચના નેતૃત્વનો આભાર માનું છું કે તેમણે મારા જેવી દીકરી પર વિશ્વાસ દર્શાવ્યો, જે એક સરળ પરિવારમાંથી આવે છે. હું મારી બધી ક્ષમતા, શક્તિ અને પ્રામાણિકતા સાથે જવાબદારી નિભાવીશ..


અન્ય રાજ્યોના સીએમને મળ્યા 

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત રેખા ગુપ્તા, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે સાથે રામલીલા મેદાનમાં વિજય ચિહ્ન બતાવતા નજરે પડ્યા હતા


દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપના નેતા પરવેશ સાહિબ સિંહે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. પરવેશ સાહિબ સિંહ પણ આજે તેમના મંત્રીમંડળના ભાગ રૂપે શપથ લેશે.


27 વર્ષે દિલ્હીમાં ભાજપની સત્તા

દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપનું શાસન પાછું આવ્યું છે. રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 50 વર્ષીય રેખા ગુપ્તા દિલ્હીના નવમા મુખ્યમંત્રી છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી રેખા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. બુધવારે, તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. રેખા ગુપ્તા સાથે છ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. મંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યોમાં પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહનો સમાવેશ થાય છે.

  • Follow us on: