• ચૂંટણીપંચને આપેલી માહિતીમાં કોંગ્રેસે સંપૂર્ણ વિવરણ પૂરું પાડયું

  • કંગના સામે હારનાર વિક્રમાદિત્યસિંહને સૌથી વધુ 87 લાખ રૂપિયા અપાયા હતા
  • 2024ની ચૂંટણીમાં પક્ષે 99 બેઠક પર વિજય હાંસલ કર્યો હતો

કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરેલાં આંકડા અનુસાર પક્ષે પોતાના લીડર રાહુલ ગાંધીને વાયનાડ અને રાયબરેલીમાંથી લોકસભાની ચૂંટણી લડવા માટે રૂ. 70-70 લાખનું ભંડોળ આપ્યું હતું. પાર્ટી ફંડમાંથી રાહુલ ગાંધી કરતાં વધારે ભંડોળ મેળવનારા એક માત્ર કોંગ્રેસી ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ હતાં જેમને પાર્ટી ફંડમાંથી રૂ. 87 લાખનું ભંડોળ મળ્યું હતું.

જો કે વિક્રમાદિત્ય હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી અભિનેત્રી અને ભાજપ ઉમેદવાર કંગના રણૌત સામે હારી ગયા હતાં. રાહુલ જેટલું એટલે કે રૂ. 70 લાખનું ભંડોળ મેળવનારા અન્ય કોંગ્રેસી ઉમેદવારોમાં કિશોરી લાલ શર્મા કે જેમણે સીટિંગ સાંસદ સ્મૃતિ ઇરાનીને હરાવી હતી, કેસી વેણુગોપાલ અને માણિકરામ ટાગોરનો સમાવેશ થાય છે. કર્ણાટકના ગુલબર્ગાના કોંગ્રેસ ઉમેદવાર રાધાકૃષ્ણા અને પંજાબના આમનંદપુર સાહિબ બેઠક પરના કોંગ્રેસી ઉમેદવાર વિજય ઇંદર સિંગલાને પણ રૂ. 70 લાખનું ભંડોળ મળ્યું હતું. વરિષ્ઠ કોંગ્રેસી નેતા આનંદ શર્મા અને દિગ્વિજય સિંહ કે જે બન્ને ચૂંટણીમાં પરાજીત થયાં હતાં તેમને પક્ષ તરફથી અનુક્રમે રૂ. 46 લાખ અને રૂ. 50 લાખનુ ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રાહુલ ગાંધીનો વાયનાડ અને રાઇ બરેલી એમ બન્ને બેઠક પરતી વિજય થયો હતો જેમાં તેણે રાઇ બરેલીની બેઠક જાળવી રાખી હતી. 2024ની ચૂંટણીમાં પક્ષે 99 બેઠક પર વિજય હાંસલ કર્યો હતો.

50 લાખ મેળવનાર દિગ્વિજયસિંહનો પરાજય થયો

કોંગ્રેસે ચૂંટણીપંચને આપેલી માહિતી મુજબ આનંદ શર્માને 46 લાખ અને દિગ્વિજયસિંહને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ આ બંને નેતાઓ ચૂંટણી હારી ગયા હતા. કેરળમાં કે.સી. વેણુગોપાલને 70 લાખ તથા કર્ણાટકના ગુલબર્ગના ઉમેદવાર રાધાકૃષ્ણ ; પંજાબના શ્રીઆનંદપુર સાહિબથી ચૂંટણી લડનાર વિજય ઈંદર સિંગલાને પણ 70-70 લાખ રૂપિયા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે દરેક ઉમેદવારે એક ચોક્કસ મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે. લોકસભા માટે આ મર્યાદા 95 લાખ અને વિધાનસભા માટે 40 લાખ નક્કી કરાઈ છે.

  • Follow us on: