એક તરફ હરિયાણામાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ દિલ્હીમાં પાર્ટીના એક ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા છે. AAP પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ આજે કોંગ્રેસમાં જોડાયા છે. મહત્વનું છે કે રાજેન્દ્ર પાલ ગૌતમ 2022માં હિંદુ દેવી-દેવતાઓ પરના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા હતા. વિવાદો વચ્ચે તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


વિનેશ ફોગાટ અને પુનિયા જોડાશે કોંગ્રેસમાં 

મળતી માહિતી મુજબ આજે કોંગ્રેસ મુખ્યાલયમાં અનેક નેતાઓ પાર્ટીની સદસ્યતા લેવાના છે. આમાં AAP ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમ કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત હરિયાણા ચૂંટણી પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા પણ આજે કોંગ્રેસમાં જોડાવાના છે.મળતી માહિતી મુજબ હરિયાણા કોંગ્રેસ વિનેસ ફોગાટને ટિકિટ આપી શકે છે જ્યારે બજરંગ પુનિયા ચૂંટણી પ્રચાર કરશે. 

2014માં AAPમાં જોડાયા 
ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર પાલ ગૌતમ 2014માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજેન્દ્ર ગૌતમ દિલ્હી યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએટ છે. તેમણે શ્રમ કાયદામાં ડિપ્લોમા અને માનવ સંસાધન વ્યવસ્થાપનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું છે.

રાજેન્દ્ર ગૌતમ પર વિવાદ
રાજેન્દ્ર ગૌતમે 9 ઓક્ટોબર 2022ના રોજ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ધર્માંતરણ કાર્યક્રમમાં તેમના નિવેદન બાદ હોબાળો થયો હતો. ભાજપે તેમના નિવેદનને 'હિંદુ વિરોધી' ગણાવ્યું હતું અને તેમને પાર્ટીમાંથી હટાવવાની માંગ કરી હતી.

  • Follow us on: