દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપનો ભગવો લહેરાશે તે નક્કી છે. કારણ કે શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપને 45થી વધારે બેઠક મળતી હોવાનું જણાઇ આવે છે. જ્યારે આપ 23 બેઠકો પર આગળ ચાલી રહી છે. આપના બે મોટા ચહેરા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંનેની હાર થઇ છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ જ્યારે જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયાની હાર થઇ છે. પરંતુ આ બધા વચ્ચે દિલ્હી સીએમ આતિશીએ આપ પાર્ટીની લાજ રાખી છે.
રમેશ બિધૂડીની હાર
કાલકાજી બેઠક પરથી આપ ઉમેદવાર આતિશીની જીત થઇ છે. તેમણે બીજેપીના રમેશ બિધૂડીને હરાવ્યા છે.
આતિશીએ AAPનું 'સન્માન' બચાવ્યું
મહત્વનું છે કે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ રમેશ બિધુડીએ સીએમ આતિશીને જોરદાર ટક્કર આપી હતી. એક સમયે એવું લાગતું હતું કે તેઓ ચૂંટણી જીતી જશે, પરંતુ છેલ્લા ત્રણ રાઉન્ડની ગણતરી દરમિયાન આતિશીએ લીડ મેળવવાનું શરૂ કર્યું અને તેઓએ આ ચૂંટણી લીધી. ઉલ્લેખનીય છે કે દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ ચૂંટણી હારી ગયા છે.
કોંગ્રેસની આશાઓને ફટકો
તમને જણાવી દઈએ કે 2020 ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ વખતે ભાજપે રમેશ બિધુરીને અને કોંગ્રેસે અલકા લાંબાને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને વધુ મુશ્કેલ બનાવી હતી, પરંતુ કોંગ્રેસને અહીં વધારે મત મળ્યા ન હતા. કોંગ્રેસ અહીં પાંચ હજાર મત પણ મેળવી શકી નહીં. તમને જણાવી દઈએ કે દિલ્હીની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.









