દિલ્હીમાં કમળ ખીલ્યુ છે. દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને જાકારો આપી દીધો છે. દિલ્હીમાં બીજેપીની જીત બાદ પીએમ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ કહ્યું કે જન શક્તિ સર્વોપરી છે. આ વિકાસ અને સુશાસનની જીત છે. દિલ્હીના તમામ ભાઇ બહેનોને આ ઐતિહાસિક જીત અપાવવા બદલ મારા વંદન અને અભિનંદન. તમે જે ભરપૂર આશીર્વાદ અને સ્નેહ આપ્યો તે બદલ તમારા લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર.


[[$googlead]]

દિલ્હીવાસીઓને આપી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે  દિલ્હીના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને તેના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે.' આ સાથે, એમ પણ સુનિશ્ચિત કરીશું કે દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે દિલ્હીના લોકોની સેવા કરવા માટે વધુ મજબૂતીથી સમર્પિત રહીશું.

[[$alsoread]]

અમિત શાહ શું બોલ્યા ? 

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને દિલ્હી વાસીઓને શુભકામના પાઠવી હતી. તેમણે નામ લીધા વિના પ્રહાર કર્યા કે જુઠ્ઠાણાથી કોઇને ગુમરાહ ન કરી શકાય. જનતાએ પોતાના વોટથી ગંદી યમુના, પીવાનું ગંદુ પાણી, ખરાબ રોડ રસ્તા અને ઓવર ફ્લો થતી ગટરો અને દરેક ગલીમાં ખુલેલી દારૂની દુકાનોનો જવાબ આપ્યો છે. તેમણે વીરેન્દ્ર સચદેવા અને જે.પી નડ્ડાને પણ શુભકામના પાઠવી હતી.

પ્રિયંકા ગાંધી શું બોલ્યા ?

તો બીજેપીની જીતને લઇને પ્રિયંકાગાંધીએ કહ્યું કે બધી જ સભાઓમાંથી એ સ્પષ્ટ થઈ ગયું કે લોકો પરિવર્તન ઇચ્છતા હતા. તેમણે પરિવર્તન માટે મતદાન કર્યું. જીતનારાઓને મારા અભિનંદન. બાકીના લોકો માટે એનો અર્થ એ છે કે આપણે વધુ મહેનત કરવી પડશે, જમીન પર રહેવું પડશે અને લોકોના મુદ્દાઓ પ્રત્યે પ્રતિભાવશીલ રહેવું પડશે..



  • Follow us on: