દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાવા જઇ રહ્યો છે. કારણ કે સવારે 11 વાગ્યા સુધીમાં બીજેપી 44 બેઠકો પર જ્યારે આપ 26 બેઠકો પર આગળ છે. તો આઠ રાઉન્ડ બાદ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ 1299 મતોથી પાછળ ચાલી રહ્યા છે. પીએમ મોદી આજે સાંજે 7.45 કલાકે બીજેપી ઓફિસ જશે. જ્યાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધન કરશે.
કાર્યકર્તાઓમાં જશ્ન
દિલ્હી બીજેપીમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મીઠાઇઓ બીજેપી કાર્યાલય લઇ જઇ રહ્યા હોવાનો પણ વીડિયો વાયરલ થયો છે.
કાર્યકરો હાથમાં ભગવો લઇને બીજેપી કાર્યાલય પહોંચ્યા છે. 40થી વધારે બેઠક પર બીજેપી આગળ જોવા મળી રહ્યુ છે. જેને લઇને કાર્યકરો ફટકડા ફોડીને વિજયની ઉજવણી કરી રહ્યા છે.
કેજરીવાલ, સિસોદિયા અને આતિશી હારી જશે - વીરેન્દ્ર સચદેવા
ભાજપના દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ બીજેપીની જીતની લહેર જોતા કહ્યું કે અમે વલણોનું સ્વાગત કરીએ છીએ, પરંતુ અમે પરિણામોની રાહ જોઈશું. અમારું માનવું છે કે લોકોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મતદાન કર્યું છે, ચૂંટણી ભાજપના સુશાસન વિરુદ્ધ AAPના કુશાસન પર કેન્દ્રિત હતી... AAPના બધા મોટા ચહેરાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આતિશી, તેઓ ભ્રષ્ટાચારનો ચહેરો છે અને તેઓ આજે હારી જશે."
કેજરીવાલ જેલમાં જશે, બધા મોડેલ નિષ્ફળ જશે - યોગેન્દ્ર ચંદોલિયા
ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું કે પીએમ મોદીની અપીલ સાંભળવા બદલ હું દિલ્હીના લોકોનો આભાર માનું છું. કેજરીવાલ બધા મોડેલોમાં નિષ્ફળ ગયા છે. કેજરીવાલ તિહાડ જેલમાં જશે તે નક્કી છે. તેઓ મુખ્યમંત્રી બનવા માંગતા હતા પરંતુ હવે તેઓ ધારાસભ્ય પણ નહીં રહે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પસંદ કરાયેલ કોઈપણ પાર્ટી કાર્યકર દિલ્હીનો આગામી મુખ્યમંત્રી હશે.
અણ્ણા હજારેએ કેજરીવાલ પર પ્રહાર કર્યા









