કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, EPFOને વધુ આકર્ષક બનાવવા માટે ઘણા પ્રસ્તાવો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને માતા-પિતાના મૃત્યુની સ્થિતિમાં બાળકોને નોમિની તરીકે લાભ આપવા અંગે પ્રક્રિયાને વધારે આસાન બનાવવા પર પણ વિચાર કરાઈ રહ્યો છે. આ પરિવર્તનો આગામી વર્ષના મધ્ય સુધીમાં લાગુ કરી શકાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી EPFO હેઠળ જે પ્રક્રિયા છે તે જૂની છે. આ સમગ્ર પ્રક્રિયાને જ આધુનિક બનાવવાની તૈયારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર બેંકિંગ વ્યવસ્થાની જેમ જ EPFOની વ્યવસ્થામાં પરિવર્તન કરવા જઈ રહી છે. જો એવું થયું તો કર્મચારીઓને તેનો સૌથી વધારે લાભ થશે.










