એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO) પ્રોવિડન્ટ ફંડ (પીએફ) થાપણો પરનો વ્યાજદર નાણાવર્ષ 2025-26 માટે પણ 8 ટકાથી ઉપર રાખે અને નાણાવર્ષ 2024-25નો 8.25 ટકાનો વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા છે. ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 28 ફેબ્રુઆરીએ બેઠક મળવાની છે, જેમાં નાણાવર્ષ 2025-26 માટે પીએફ થાપણો પરનો વ્યાજદર નક્કી થશે.


માહિતગાર સૂત્રોના કહેવા પ્રમાણે

ઇપીએફઓની રોકાણ અને એકાઉન્ટ્સ કમિટી ચાલુ નાણાકીય વર્ષ માટે આવક અને ખર્ચની સમીક્ષા કરશે અને એવો દર સૂચવશે કે જે પેન્શનરોને સ્પર્ધાત્મક વળતર આપવાની સાથોસાથ અણધારી આકસ્મિક પરિસ્થિતિઆ માટે ઇપીએફઓ પાસે વધારાનું ભંડોળ પણ જાળવી રાખે. ઇપીએફઓના એક અધિકારીના જણાવ્યા મુજબ ચાલુ નાણાવર્ષમાં ઇપીએફઓએ રોકાણો પર ઊંચું વળતર મેળવ્યું છે અને ખાતાધારકો પણ વધ્યા છે તો બીજી તરફ ક્લેમ સેટલમેન્ટમાં પણ તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે.

2024-25માં ઇપીએફઓએ કુલ રૂ. 2.05 લાખ કરોડના મૂલ્યના 5.08 કરોડ ક્લેમ સેટલ કર્યા જ્યારે 2023-24માં કુલ રૂ. 1.82 લાખ કરોડના મૂલ્યના 4.45 કરોડ ક્લેમ સેટલ કરાયા હતા. સમિતિઓ આંકડાઓનું વિશ્લેષણ કરી રહી છે અને અગાઉના વર્ષો સાથે સુસંગત દર પ્રસ્તાવિત કરે તેવી અપેક્ષા છે.


  • Follow us on: