• લીકર પોલિસી સ્કેમ મામલે કેજરીવાલ છે જેલમાં
  • ડોક્ટરની નિયમિત સલાહ લેવા કેજરીવાલે કોર્ટમાં કરી છે અરજી
  • અરજી અંગે ઇડીએ કોર્ટમાં પોતાનો જવાબ કર્યો રજૂ

દિલ્હીની એક અદાલતમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિયમિત ડોક્ટરની સલાહ લેવા અંગે સીએમ કેજરીવાલની અરજી પર ઇડીએ પોતાનો જવાબ દાખલ કર્યો છે. ઇડીના વકીલે કેજરીવાલનું સુગર લેવલ વધવાનું કારણ જણાવ્યું છે.

કેજરીવાલ કેરી, મિઠાઇ ખાઇ રહ્યા છે- ED

ઇડીના વકીલ જુહૈબ હુસૈને આ અંગે જવાબ રજૂ કરતા જણાવ્યું કે કેજરીવાલનું સુગર વધવાનું કારણ ઘરનું ભોજન છે. તેઓ ઘરેથી આલુ પુરી, મિઠાઇ અને કેરી ખાવામાં આપવામાં આવી રહી છે. જે મેડિકલને આધારે જામીન મેળવવાનો એક આધાર બનાવવામાં આવી રહ્યો છે.

કેજરીવાલ ખાંડવાળી ચા પીવે છે- ED

અરવિંદ કેજરીવાલના વકીલ વિવેક જૈને EDના વકીલની દલીલોનો વિરોધ કરતા કહ્યું કે તપાસ એજન્સી મીડિયા માટે આ નિવેદન આપી રહી છે. અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું કે તેમની ફાસ્ટિંગ સુગર 243 હતી, જે ઘણી વધારે છે. વધુમાં કહ્યું કે કેજરીવાલને ડૉક્ટરના નિર્દેશ મુજબ જ ભોજન આપવામાં આવી રહ્યું છે. સાથે જ EDએ કોર્ટને કહ્યું કે અરવિંદ કેજરીવાલ ખાંડવાળી ચા પી રહ્યા છે.

EDએ માગ્યો હતો ડાયટ ચાર્ટ

ઇડીનો જવાબ સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. ઇડીએ કહ્યુ કે અમે અરવિંદ કેજરીવાલના સુગર લેવલ અંગે જેલ ઓથોરિટી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો અને કેજરીવાલનો ડાયટ ચાર્ટ પણ માંગ્યો હતો. તો બીજી તરફ કોર્ટે કહ્યું કે તે કેજરીવાલના આહાર માટે જેલ ઓથોરિટી પાસેથી ચાર્જ માંગશે. રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જેલ ઓથોરિટી પાસેથી કેજરીવાલના ડાયટ ચાર્ટની માંગણી કરવામાં આવી છે. આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે.

કેજરીવાલે શું કરી હતી અરજી ?

સ્પેશિયલ જજ રાકેશ સ્યાલ સમક્ષ દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં કેજરીવાલે કહ્યું હતું કે તેમનું બ્લડ શુગર લેવલ વધઘટ થઈ રહ્યું છે જેથી તેઓ નિયમિત ડૉક્ટરની સલાહ લેવા માંગે છે. ન્યાયાધીશે EDને 18 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેજરીવાલની અરજીનો વિરોધ કરતા EDના વકીલે દલીલ કરી હતી કે જેલમાં આવા દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ છે અને તેમની મેડિકલ તપાસ ત્યાં કરી શકાય છે.


  • Follow us on: