- પૂર્વી દિલ્હીની ગમખ્વાર ઘટના
- બેબી કેર સેન્ટરમાં આગ લાગી
- 6થી વધુ બાળકોનો મોત,5 હોસ્પિટલમાં દાખલ
પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે દુઃખદ ઘટના બની. બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ લાગતા 7 બાળકો બળીને ખાખ થઈ ગયા જ્યારે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. 7 બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે, એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.
શનિવારે રાત્રે 11.32ની ઘટના
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રાત્રે 11.32 કલાકે વિવેક વિહાર ક્ષેત્રની બ્લોક બી, આઇટીઆઇની પાસે બેબી કેર સેન્ટરમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. 9 ફાયર ફાઇટરની ઘટના સ્થળે પહોંચી હતી.
વિવેક વિહાર બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ પર ડીસીપી શાહદરાના નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પશ્ચિમ વિહારના ભરોન એન્ક્લેવમાં રહેતા હોસ્પિટલના માલિક નવીન કીચી સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
120 યાર્ડની બિલ્ડિંગમાં બેબી કેર સેન્ટર
દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બેબી કેર સેન્ટર 120 યાર્ડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું હતું. પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને 5 હજુ પણ દાખલ છે. બેબી કેર સેન્ટરની બાજુમાં એક બિલ્ડિંગ હતું, તે પણ આગની લપેટમાં આવી ગયું હતું પરંતુ સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બેબી કેર સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પડેલા જોવા મળ્યા હતા .આગમાં કેટલાક ઓક્સિજન સિલિન્ડર પણ ફાટ્યા હતા,. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.









