દિલ્હીના કનોટ પ્લેસ નજીક Bikkgane બિરયાની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. જેમાં 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. દિલ્હી ફાયર સર્વિસ દ્વારા જણાવાયુ કે આગ 11.55 કલાકે લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો હતો.


રેસ્ટોરન્ટમાં લાગી આગ 

મળતી માહિતી મુજબ રસોડામાં એલપીજી સિલેન્ડર લીકેજ હોવાને કારણે આગ ફાટી નીકળી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘાયલ કર્મચારીઓની ઓળખ દીપક, પીયૂષ, મહેન્દ્ર, મોહમ્મદ આલમ, શેરુદ્દીન અને જનક તરીકે થઈ છે. પોલીસ આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે. દિલ્હીના કનોટ પ્લેસમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. જેની માહિતી તાત્કાલિક ફાયર વિભાગની ટીમને આપવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગમાં છ કર્મચારીઓ બળી ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુરુગ્રામમાં બંધ કિંગડમ ઓફ ડ્રીમ્સમાં આગ લાગી

બીજી તરફ ગુરુગ્રામના સેક્ટર 29માં સ્થિત કિંગડમ ઓફ ડ્રીમ્સમાં આગ લાગી હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હતું. ફાયર વિભાગને સવારે 6:30 વાગ્યે આગ લાગવાની માહિતી મળી. ગેલેરી અને આસપાસના બાંધકામમાં ફાઇબરનો ઘણો ઉપયોગ થાય છે, જે જ્વલનશીલ છે. આ કારણે આગ લાગી હતી, હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. નજીકના સ્ટેશનો પરથી 12 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા.


  • Follow us on: