- દિલ્હીમાં આગની ઘટનામાં વધારો
- મોડી રાત્રે લાગી હતી આગ
- 19 કાર બળીને થઇ ખાખ
દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં પોલીસ સ્ટેશન મંડાવલી પાસેના પાર્કિંગમાં આગ લાગતાં અનેક કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ગઈકાલે રાત્રે 1.17 વાગ્યાની આસપાસ લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
પાર્કિંગમાં લાગી આગ
દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં એક પાર્કિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 19 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના પૂર્વ દિલ્હીના મંડાવલી પોલીસ સ્ટેશનની છે. જો કે માહિતી મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ હતું. અધિકારીઓના જણાવ્યાનુસાર આગ રાત્રે કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ આ વિસ્તારમાં પાર્ક કરાયેલા કેટલાય ફોર વ્હીલર્સ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.
આગ કેવી રીતે લાગી ?
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અચાનક આગ કેવી રીતે લાગી. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ પહેલા પણ મંગળવારે શાહદરા વિસ્તારમાં એક વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર દિલ્હીના શાહદરા વિસ્તારના ખેડા ખુર્દ ગામમાં એક વેરહાઉસમાં આગ લાગી હતી. આગને બુઝાવવા માટે ચાર ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચ્યા હતા. જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.









