સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તરપ્રદેશ સરકારના બુલડોઝર એક્શન પર ફટકાર લગાવી છે. હકીકતમાં આ કેસ યુપીના મહારાજગંજ જિલ્લાનો છે, જ્યાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ માટે ઘરોને બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવાયાં હતાં. આ બાબતને કોર્ટે જાતે ધ્યાનમાં લીધી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉત્તરપ્રદેશ સરકારે જેમનાં ઘર તોડયાં છે તેને 25 લાખ રૂપિયા વળતર આપે.સીજેઆઇ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે તમે કહો છો કે તે 3.7 વર્ગમીટરનું દબાણ હતું. અમે તેને સાંભળી રહ્યા છીએ પરંતુ કશું પ્રમાણપત્ર નથી આપતાં, પરંતુ તમે આ રીતે લોકોનાં ઘરો તોડાવાનું કઈ રીતે શરૂ કરી શકો? આ અરાજકતા છે, કોઈના ઘરમાં ઘૂસવું. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે મનમાની છે. આ બનાવની તપાસ કરવાની જરૂર : સુપ્રીમ કોર્ટ

સીજેઆઇએ આદેશમાં કહ્યું કે આ કેસમાં તપાસ કરવાની આવશ્યકતા છે. યુપી રાજ્યએ એનએચની મૂળ પહોળાઈ દર્શાવવા માટે કશા દસ્તાવેજ રજૂ નથી કર્યા. બીજું, એ સાબિત કરવા માટે કશા ભૌતિક દસ્તાવેજ નથી કે દબાણોને ચિહ્નિત કરવા માટે કશી તપાસ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે પૂછયું, કેટલાં ઘર તોડયાં ?

અરજીકર્તાના વકીલે કેસની તપાસની વિનંતી કરી હતી. સીજેઆઇએ રાજ્ય સરકારના વકીલને પૂછયું હતું કે, કેટલાં ઘર તોડયાં? રાજ્યના વકીલે કહ્યું કે 123 ગેરકાયદે બાંધકામ હતાં. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કહ્યું કે તમારા કહેવાનો આધાર શો છે કે તે ગેરમાન્ય હતાં? તમે 1960થી શું કર્યું છે? છેલ્લા 50 વર્ષથી શું કરતા હતા ?


  • Follow us on: