આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નાં વધી રહેલા વ્યાપક ઉપયોગે અનેક સવાલો સર્જ્યા છે. આ ખતરનાક ટેક્નિક ઝડપથી ઊભરી રહી છે અને તે લોકોને સરળતાથી પ્રાપ્ય થયા પછી તેની ઉપયોગિતા સામે સવાલો સર્જાયા છે.
જ્યાં સુધી આ ટેક્નિકનો ઉપયોગ સ્કૂલોનાં પ્રોજેક્ટ માટે હાનિરહિત રીતે થતો રહે ત્યાં સુધી બધું બરાબર છે પણ તાજેતરમાં એક હેકર્સ દ્વારા ઘરમાં બોમ્બ કેવી રીતે બનાવી શકાય? તે જાણવા હેકર્સે આ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો અને ChatGPTની સુરક્ષા નીતિનો ભંગ કર્યો હતો. હવે આ રીતે OpenAI દ્વારા ChatGPT બૉટ કનેક્ટ કરીને જો લોકો ઘરમાં જ બોમ્બ બનાવવા લાગશે તો સ્થિતિ ક્યાં જઈને પહોંચશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. હેકર્સ દ્વારા બૉટ કનેક્ટિંગનાં સંકેતો આપવામાં આવ્યા હતા અને છેતરપિંડી આચરીને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરાયું હતું. આ પ્રોસેસને જેલબ્રેકિંગ કહેવામાં આવે છે. TechCrunchનાં રિપોર્ટ મુજબ છદ્બટ્વર્ઙ્ઘહ નામનાં એક હેકર્સ દ્વારા AI સાથે ગંદી ચાલ ચાલવામાં આવી હતી.










