- દિલ્હીમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ
- હીટ સ્ટ્રોકનો થઇ રહ્યા છે લોકો શિકાર
- બે દિવસમાં 13 લોકોના મોત
રાજધાની દિલ્હીમાં ગરમી કેર વર્તાવી રહી છે. તાપ અને લૂને કારણે અનેક લોકોના હિટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. છેલ્લા બે દિવસથી એટલી ગરમી વધી છે કે 13 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ગરમીને કારણે હોસ્પિટલમાં લોકો સારવાર લઇ રહ્યા છે.
13ના મોત
મળતી માહિતી મુજબ આરએમએલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના 9 દર્દીઓ દાખલ થયા હતા. જ્યારે ચાર દર્દીઓ સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં, આ બંને હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકથી પીડિત ઘણા લોકો વેન્ટિલેટર પર છે.
લૂ લાગવાથી કરાયા હતા દાખલ
જૂન મહિનામાં ગરમી અંગ દઝાડતી પડી રહી છે. આકરી ગરમી તો લોકોના જીવ લઇ રહી છે. ત્યારે યુપી, રાજસ્થાન અને અને હવે દિલ્હીમાં હીટ સ્ટ્રોકથી મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જેમાં બે દિવસમાં 13 લોકોના હીટસ્ટ્રોકથી મોત થયા. જ્યારે લૂ લાગવાથી આરએમએલ હોસ્પિટલ અને સફરદરગંજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બે દિવસમાં 36 દર્દીઓ દાખલ
દિલ્હીમાં ગરમી કેટલી હદે તબાહી મચાવી રહી છે તેનો અંદાજ દર્દીઓની સતત વધી રહેલી સંખ્યા પરથી લગાવી શકાય છે. જો રામ મનોહર લોહિયા હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં ગરમી અને સ્ટ્રોકથી પીડિત 36 દર્દીઓ અહીં દાખલ થયા છે. આ સિઝનમાં 50થી વધુ લોકોને હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
11 દર્દીઓ વેન્ટિલેટર પર છે
રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં હજુ પણ 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અહીં બે દિવસમાં હીટ સ્ટ્રોકથી 9 દર્દીઓના મોત થયા છે, જેમાંથી મોટાભાગના શ્રમિકો હતા જેઓ આકરી ગરમી અને તડકામાં કામ કરી રહ્યા હતા. હોસ્પિટલના એમએસ અજય શુક્લાના જણાવ્યા અનુસાર હાલમાં 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેઓ પણ હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા છે.
દિલ્હીમાં સૌથી ગરમ રાત
દિલ્હીમાં મંગળવારની રાત સૌથી વધારે ગરમ રહી હતી. મંગળવારે રાત્રે અહીંનું તાપમાન 35.2 ડિગ્રી હતુ. જેણે છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. જે સામાન્ય તાપમાન કરતા આઠ ડિગ્રી વધુ છે. આ પહેલા દિલ્હીમાં સૌથી ગરમ રાત્રિ જૂન 2012માં નોંધાઈ હતી. તે દરમિયાન લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હતું.
હીટ સ્ટ્રોક શું છે?
જ્યારે શરીરનું તાપમાન 40 ડિગ્રી એટલે કે 104 ફેરનહીટ પાર કરે છે ત્યારે વ્યક્તિ હિટ સ્ટ્રોકને શિકાર બને છે. સૌથી ગંભીર સ્વરૂપ હાઇપરથર્મિયા અથવા ગરમી છે. આ લકવો અથવા મૃત્યુનું કારણ બની શકે છે. આ બે રીતે થાય છે, કાં તો ગરમ વાતાવરણમાં શારીરિક શ્રમને કારણે અથવા બિન-શ્રમિત રોગને કારણે. ઘણા લોકો મૂંઝવણમાં છે કે શું ઓવરહિટીંગ એ હીટ સ્ટ્રોક છે? ખરેખર ગરમી લાગવી એ હીટ સ્ટ્રોકનો પ્રથમ તબક્કો છે. જો લાંબા સમય સુધી ગરમીથી રાહત ન મળે તો તે હીટ સ્ટ્રોકમાં ફેરવાઈ શકે છે.













