- લોકઅદાલતનું મહત્ત્વ સમજાવતાં CJIએ છૂટાછેડાના એક કેસની વાત કરી
- સીજેઓઆઇએ તેને આશ્વાસન આપ્યું હતું કે પાછા આવવાની જરૂર નથી
- ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ પણ આ પ્રસંગે ખુશ અને સંતુષ્ઠ છે
સુપ્રીમ કોર્ટની સ્થાપનાને સોમવારે 75 વર્ષ પુરા થયા. તે પ્રસંગે એક સપ્તાહ સુધી ચાલનારી વિશેષ લોકઅદાલતોનું આયોજન થયું છે. ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ પણ આ પ્રસંગે ખુશ અને સંતુષ્ઠ છે.
તેમણે કહ્યું કે વાદિયોને તેમના વિવાદનો પરસ્પર સમજૂતીથી નિકાલ લાવવામાં મદદ કરવામાં ન્યાયાધીશોને સૌથી મોટી સંતુષ્ઠી મળે છે. લાંબા સમયથી પડતર રહેલા વિવાદોનો પરસ્પર સમજૂતીથી નિકાલ લાવવાના ઇરાદાથી લોકઅદાલતોનું આયોજન થતું હોય છે. લોક અદાલત શરૂ થતાં પહેલાં મળેલી બેઠકમાં સીજેઆઇએ તેમના એક રસપ્રદ કેસની વાત કરી હતી.










