ભારતીય વાયુસેનાના વડા એ.પી.સિંઘે તેજસ લડાયક વિમાનની ડિલિવરીમાં થઇ રહેલા વિલંબને મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વર્ષ 2009-10માં તેજસ લડાયક વિમાન માટે આપેલા ઓર્ડર અપાયા પછી પ્રથમ ખેપમાં પુરા પાડવાના રહેતા 40 લડાયક વિમાનો પણ હજી વાયુસેનાને નથી મળ્યા.
બીજી તરફ ચીન જેવા પાડોશી દેશ દ્વારા વાયુસેનાના આધુનીકરણની દિશામાં ભરાઇ રહેલી હરણફાળને મુદ્દે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.21મા સુબર્તો મુખરજી સેમિનારને સંબોધતાં ભારતનો શત્રુ દેશ ચીન વાયુસેનાને આધુનિક બનાવવા ભારે ખર્ચ કરી રહ્યું છે તેવામાં ભારતે પણ ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે. તેમણે કહ્યું કે માત્ર સંખ્યાની જ વાત નથી, ટેકનોલોજીને પણ ઝડપથી વિકસાવવી પડે તેમ છે. ચીન દ્વારા સિક્સ જનરેશનના સ્ટીલ્થ લડાયક વિમાનનું પરીક્ષણ થયાના કેટલાક દિવસ પછી વાયુસેનાના વડાએ આ ટિપ્પણી આપી હતી. એ.પી.સિંહે કહ્યું કે પ્રથમ તેજસ વિમાન 2001માં ઉડાડવામાં આવ્યું હતું પરંતુ વાયુસેનામાં સામેલ કરતાં આટલા વર્ષ લાગી ગયા. વર્ષ 2024 સુધીમાં વાયુસેનાને પહેલું વિમાન પણ નથી મળ્યું.










