બાંગ્લાદેશના સત્તાભ્રષ્ટ નેતા શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. રવિવારે પોતાના સમર્થકોને વર્ચ્યુઅલી સંબોધન કરતાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ યુનુસ પર બાંગ્લાદેશના ઇતિહાસને ભૂંસી નાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશના આઝાદીના સંગ્રામમાં અવામી લીગના યોગદાન સાથે જોડાયેલાં
ઇતિહાસને ભૂંસવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેયુંર્ હતું કે મુક્તિ યોદ્ધાઓની યાદને જીવંત રાખતાં સંકુલોને સળગાવવામાં આવી રહ્યા છે ત્યારે શું યુનુસ તેને યોગ્ય ઠેરવી શકશે? શેખ હસીનાએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર યુનુસને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો તેઓ આગ સાથે રમત રમશે તો આ આગ તેને જ સળગાવીને મારી નાખશે. તેમણે યુનુસ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સત્તાની ભૂખ મિટાવવા માટે વિદેશી કાવતરાં હેઠળ દેશના પતનનું કાવતરું ઘડયું હતું.










