• ​​કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીનો કાર્યક્રમ
  • પીએમ મોદીએ કાર્યક્રમમાં કર્યુ સંબોધન
  • કૃષિ બજેટ 4 ઘણુ જ્યારે રેલવે બજેટ 8 ઘણું વધારાયુ- પીએમ મોદી

પીએમ મોદીએ આજે ​​કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના એક કાર્યક્રમમાં હાજરી આપી. આ પરિષદનો ઉદ્દેશ્ય વિકાસ માટે સરકારના વ્યાપક વિઝન અને આ પ્રયાસમાં ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા આપવાનો છે. જેમાં 1000 થી વધુ લોકોએ ભાગ લીધો છે. . આ ઉપરાંત વિદેશમાંથી પણ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો. હાલ પીએમ મોદી આ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે.

એ દિવસો દૂર નથી જ્યારે ભારત..

[[$googlead]]

સીઆઇઆઇની પોસ્ટ બજેટ કોન્ફરન્સમાં પીએમ મોદીએ સંબોધતા કહ્યું કે આજે ભારત 8 ટકાના વૃદ્ધિ દરથી આગળ વધી રહ્યુ છે. ભારત દુનિયાની 5મી સૌથી મોટી આર્થિક તાકાત છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે ભારત ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનશે.

[[$alsoread]]

રેલવે બજેટ 8 ઘણું વધારાયુ

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે અગાઉની સરકારનું છેલ્લું બજેટ 2013-2014માં આવ્યું ત્યારે તે 16 લાખ કરોડ રૂપિયાનું હતું. પ્રથમ સરકારના 10 વર્ષની સરખામણીમાં આજે અમારી સરકારમાં બજેટ ત્રણ ગણું વધીને ₹48 લાખ કરોડ થયું છે. વધુમાં કહ્યું કે અમારી સરકારે રેલવેના બજેટમાં 8 ગણો વધારો કર્યો છે. કૃષિના બજેટમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે.

મૂડી ખર્ચનું બજેટ વધ્યું

પીએમ મોદીએ યુપીએ સરકારના બજેટ સાથે સરખામણી કરતા કહ્યું કે યુપીએ સરકાર 2004 માં શરૂ થઈ હતી અને યુપીએ સરકારના પ્રથમ બજેટમાં મૂડી ખર્ચ લગભગ 90 હજાર કરોડ રૂપિયા હતો. 10 વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી એટલે કે 2014 માં યુપીએ સરકાર મૂડી ખર્ચનું બજેટ 2 લાખ કરોડ સુધી પહોંચાડી શકી હતી. જ્યારે આજે મૂડી ખર્ચનું બજેટ 11 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે છે.

અન્ય દેશો કરતા ભારતનો વિકાસ સારો- પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે આજે જ્યારે તમામ દેશો નીચી વૃદ્ધિ અને ઉચ્ચ ફુગાવા સાથે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ઉચ્ચ વૃદ્ધિ અને ઓછી ફુગાવો છે. છેલ્લા 10 વર્ષમાં અર્થતંત્રને આંચકો આપનાર અનેક કટોકટીઓ આવી ત્યારે પણ ભારતે આ વિકાસ હાંસલ કર્યો છે. અમે દરેક સંકટનો સામનો કર્યો, દરેક પડકારને ઉકેલ્યો. જો આ કટોકટી ન આવી હોત, તો ભારત આજે જ્યાં છે તેના કરતાં વધુ ઊંચા સ્તરે હોત.




  • Follow us on: