રાષ્ટ્રપતિ ભવનમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિ આન્તોના સન્માનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભોજન સમારંભનું આયોજન કરાયુ હતું. જેમાં ઇન્ડોનેશિયન પ્રતિનિધિમંડળે બોલિવૂડ સોંગ ગાઇને માહોલ એકદમ હળવો કરી દીધો હતો. આ પ્રતિનિધિમંડળમાં ઇન્ડોનેશિયાના વરિષ્ઠ મંત્રીઓનો સમાવેશ થતો હતો.ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પહેલીવાર ભારત આવ્યા છે. તેઓ આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમના મુખ્ય મહેમાન છે.

ઇન્ડોનેશિયાનું પ્રતિનિધિ મંડળ શાહરૂખનું દિવાનું !
રાષ્ટ્રપતિ ભવનમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના માનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભોજન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં એક લાઇવ મ્યુઝિક સંભળાયુ હતુ અને આ લાઇવ મ્યુઝિક બીજા કોઇ દ્વારા નહી પરંતુ ઇન્ડોનેશિયાનું પ્રતિનિધિ મંડળ હતું. તેઓએ બોલિવૂડ કિંગખાન શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈનું ટાઇટલ સોંગ ગાયુ હતું. પ્રતિનિધિમંડળમાં ઇન્ડોનેશિયાના વરિષ્ઠ મંત્રીઓ પણ સામેલ હતા.

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત 
ઉલ્લેખનીય છે કે શનિવારે ભારત-ઇન્ડોનેશિયાએ સંરક્ષણ અને વેપાર સંબંધોને નવી ઊંચાઈ આપવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે વ્યાપક વાતચીત કરી હતી. આ સમય દરમિયાન બંને દેશો દ્વિપક્ષીય સંબંધોની ગતિને વેગ આપવા અને સંરક્ષણ ઉત્પાદન અને પુરવઠા શૃંખલાના ક્ષેત્રોમાં સંયુક્ત રીતે કામ કરવા સંમત થયા છે.

ભારત-ઇન્ડોનેશિયાની મિત્રતાથી ચીનને પેટમાં દુખ્યુ !
ભારત-ઇન્ડોનેશિયાની મિત્રતાએ ચીનને ટેન્શનમાં મૂકી દીધુ છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી લશ્કરી તાકાત પર વધતી જતી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે પીએમ મોદીએ કહ્યું, 'અમે સંમત છીએ કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત થવી જોઈએ.' પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં થયેલા કરારથી
ગુના નિવારણ, શોધ અને બચાવ અને ક્ષમતા નિર્માણમાં સહયોગ વધુ મજબૂત બનશે.
  • Follow us on: