લોકસભા વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બે દિવસના અમેરિકા પ્રવાસે છે. આશંકા સેવાઇ રહી હતી કે રાહુલ ગાંધી વિદેશી જમીન પર ફરી દેશની આંતરિક બાબતો વિષે બોલશે, અને એવું જ થયું.


રાહુલ ગાંધીએ બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક સત્રમાં ભાગ લેતા ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્રમાં 5.30 થી 7.30 વચ્ચે 65 લાખ મતદારોએ કરેલા મતદાનનો મુદ્દો ઉઠાવીને તેના સમીકરણો સમજાવવા પ્રયાસ કર્યો હતો. તેમણે દેશની ચૂંટણી વ્યવસ્થા અને ચૂંટણી પંચના ઇરાદાને શંકાના ઘેરામાં મૂકી દીધા.

હવે રાહુલ ગાંધીએ બોસ્ટનમાં આપેલા નિવેદન અને નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપે રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીને નિશાન પર લીધા છે. સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે,'વિદેશી ધરતી પર દેશનું અપમાન કરવું તે રાહુલ ગાંધીની જૂની આદત છે. લાંબા સમયથી રાહુલ આવું કરતા આવ્યા છે.'

યુવરાજ દેશને અપમાનિત કરવાની કોઇ તક ચૂકતા નથી

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી વિદેશની ધરતી પર આપણા ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે. એ બાબત ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે કે જ્યારે પણ રાહુલ વિદેશમાં હોય છે ત્યારે ભારત અને ભારતની લોકશાહી સિસ્ટમ પ્રત્યેના પોતાના ધૃણિત વિચારો શેર કરવાનું ચૂકતા નથી. રાજાશાહી પરિવારના યુવરાજને ભારતની લોકશાહી પરંપરાઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે તેની ચીડ છે.


  • Follow us on: