દિલ્હીનું એરપોર્ટ એ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે. ત્યારે દિલ્હી એરપોર્ટને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી એરપોર્ટ પરથી 114 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ તમામ ફ્લાઇટ આગામી 3 મહિના સુધી રદ રહેશે. પરિચાલકે ડાયલએ શુક્રવારે કહ્યું કે રનવેને સારો બનાવવા માટે હેતુ રનવે બંધ બંધ થવાને કારણે 15 જૂનથી 3 મહિના સુધી 114 ફ્લાઇટ બંધ રહેશે.
114 ફ્લાઇટ રદ
દિલ્હી આતંરરાષ્ટ્રીય હવાઇ ફ્લાઇટ લિમિટેડના જણાવ્યા મુજબ રદ થનારા પ્લેનની સંખ્યા કુલ દૈનિક વિમાન 7.5 ટકા છે. રનવે આરડબલ્યૂ 10/28ને સારો બનાવવા માટેનું કાર્ય હવે 15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. રનવે પર વિમાનોની વધારે અવર જવરને કારણે આ કાર્યને મે મહિનામાં સ્થગિત કરવામાં આવ્યું હતું. રનવેને સીએટી- 3ના અનુરૂપ બનાવવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમને સારી બનાવવામાં આવે છે. જેનાથી ધુમ્મસના સમયે ઓછી વિઝિબિલિટીમાં ટેકોફ કરવુ સંભવ થઇ શકે.
ટર્મિનલ ટી2 મેન્ટેનન્સને કારણ બંધ
દેશની સૌથી મોટી અને વ્યસ્ત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક દિવસની 1450 ફ્લાઇટ અવરજવર કરે છે. ચાર રનવે છે. RW09/27, RW 11R/29L, RW 11L/29R and RW 10/28 અને બે ઓપરેશન ટર્મિનલ છે. ટી1 અને ટી3 ટર્મિનલ ટી2ના હાલના મેન્ટેનન્સના કાર્યોને લઇને બંધ છે.
રોજની 114 ફ્લાઇટ થશે કેન્સલ
ડાયલના મુખ્ય કાર્યકારી અધિકારી વિદેહ કુમારના જણાવ્યા મુજબ RW 10/28 15જૂનથી 3 મહિના માટે ચાલુ નહી રહેય વધુમાં કહ્યું કે અમે તે રનવેને વધુ સારો બનાવવા માગીએ છીએ જેથી આવનારી કોઇ પણ સમસ્યાનું સમાધાન મળી શકે. વિશેષ કરીને ધુમ્મસના વાતાવરણ સમયે રનવેને વધારે યોગ્ય બનાવી શકીએ. મહત્વનું છે કે રનવે 10/28 પર સમારકામને કારણે આગામી 3 મહિના સુધી 200થી વધારે ફ્લાઇટ પ્રભાવિત થશે. જ્યારે સમારકામને કારણે રોજની 114 ફ્લાઇટ રદ થશે અને 86 ફ્લાઇટનો સમય બદલવામાં આવશે.