સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસનાં મહત્વનાં હોદ્દા પર વરિષ્ઠ ન્યાયાધીશ સંજીવ ખન્નાને નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ 11 નવેમ્બર 2024થી CJI તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 13મી મે 2025નાં રોજ પૂરો થઈ રહ્યો છે ત્યાં સુધી તેઓ દેશની સર્વોચ્ચ અદાલતમાં મહત્વની કામગીરી બજાવતા રહેશે.
તેઓ સુપ્રીમ કોર્ટની વહીવટી કામગીરીમાં સુધારા કરે તેમજ મહત્વનાં દૂરોગામી ચુકાદા આપશે તેવી આશા છે. તેઓ દેશનાં 51માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનશે. તેમણે હાઈકોર્ટો અને સર્વોચ્ચ ન્યાયાલયમાં કોલેજિયમ દ્વારા પસંદ કરવામાં આવેલા જજિસમાં વધુ વિવિધતા લાવવા અને પેન્ડિંગ કેસોનાં નિકાલ માટે યોગ્ય પગલાં લેવા પડશે. તેમણે સંસ્થાગત ષડયંત્રોને નાબૂદ કરવા પડશે. જેમાં વ્યક્તિગત સ્વતંત્રતાની વાત આવતી હોય તેવા કેસોનો ઝડપી નિકાલ કરવો પડશે. સંજીવ ખન્નાએ દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં એડવોકેટ તરીકે તેમની કામગીરી શરૂ કરી હતી અને લાંબી મજલ કાપ્યા બાદ તેઓ દેશનાં CJI બન્યા છે.










