દેશના ઉત્તર ભાગમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસના બેવડા મારને કારણે સામાન્ય જનજીવન પર અસર થઇ છે. દિલ્હી-એનસીઆરમાં ઠંડા પવનના કારણે શીતલહેર ફરી વળી છે તો પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પણ આફતરૂપ બની છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પહાડી વિસ્તારોમાં બરફવર્ષા જારી રહેવાની હોવાથી મેદાની પ્રદેશોમાં ઠંડીનું જોર હજુ વધશે. જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં તો ઠંડીનો પારો -10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગને બાદ કરતા સમગ્ર ખીણમાં લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે. પહલગામમાં શુક્રવારે રાત્રે -10.4 ડિગ્રી સે. લઘુત્તમ તાપમાન નોંધાયું, જે ગુરુવારની રાતના -8.2 ડિગ્રી સે. લઘુત્તમ તાપમાનની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. શ્રીનગરમાં પણ લઘુત્તમ તાપમાન -3.4 ડિગ્રી સે.થી ગગડીને -4.4 ડિગ્રી સે. રહ્યું હતું. ગુલમર્ગમાં -9.6 ડિગ્રી સે., કુપવાડામાં -4.6 ડિગ્રી સે.. અને દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં -5.6 ડિગ્રી સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન, ઠંડા પવનને કારણે દિલ્હી સહિત સમગ્ર એનસીઆર શીતલહેરની ઝપટમાં છે. બાકીમાં પૂરું ધુમ્મસે દિલ્હી-એનસીઆરના લોકોની તકલીફો વધારી છે. ગ્રેટર










