- 25મેના રોજ દિલ્હીમાં મતદાન
- ચૂંટણી પંચે આપી મતદાનની માહિતી
- વર્ષ 2019-2014 કરતા દિલ્હીમાં મતદાન ઘટ્યું
25મેના રોજ દિલ્હી સહિત 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન થયું. ત્યારે ચૂંટણી પંચે દિલ્હીમાં કેટલુ મતદાન થયુ તેની જાણકારી આપી છે. જો કે આ વખતનુ મતદાન 2019 અને 2014ની તુલનામાં ઓછુ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં 2019માં 60.60 ટકા અને 2014ની લોકસભા ચૂંટણીમાં 65.10 ટકા મતદાન થયું હતું.
દિલ્હીમાં કેટલું થયુ મતદાન ?
રાજધાની દિલ્હીની સાત બેઠકો માટે પણ મતદાન થયું હતું. ચૂંટણી પંચ, રાજકીય પક્ષો અને વિવિધ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓના પ્રયાસો છતાં દિલ્હીમાં મતદાનની ટકાવારીમાં સુધારો થઈ શક્યો નથી. શનિવારે રાત્રે 11 વાગ્યા સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ 58.03 ટકા મતદાન થયું હતું. જોકે, પંચ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ અંતિમ આંકડો નથી અને તેમાં વધુ સુધારો થઈ શકે છે.
સાત બેઠકો પર કેટલુ મતદાન
- ચાંદની ચોક- 58.06 ટકા
- પૂર્વ દિલ્હીમાં તે 58.37 ટકા
- નવી દિલ્હીમાં 55.25 ટકા
- ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 62.87 ટકા
- ઉત્તર-પશ્ચિમમાં 57.06 ટકા
- દક્ષિણ દિલ્હીમાં 55.15 ટકા
- પશ્ચિમ દિલ્હીમાં 58.28 ટકા