વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના 'મેક ઇન ઇન્ડિયા'ની 10મી વર્ષગાંઠ નિમિત્તે બુધવારે કહ્યું કે તેનાથી જુદાં જુદાં ક્ષેત્રોમાં નિકાસ વધી છે, ક્ષમતા ઊભી થઈ છે અને અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ મૂકી છે, જેમાં તેમણે કહ્યું છે કે, આજે આપણે મેક ઇન ઇન્ડિયાનાં 10 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. હું એ બધા લોકોને અભિનંદન આપું છું જેઓ છેલ્લા એક દાયકાથી આ આંદોલનને સફળ બનાવવા માટે અરથાક પ્રયત્ન કરી રહ્યા છે. 'મેક ઇન ઇન્ડિયા' દેશના વિનિર્માણ અને ઇનોવેશનનું પાવરહાઉસ બનવા માટે 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. એ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે આ વર્ષોમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં નિકાસ કેટલી વધી છે, ક્ષમતા નિર્માણ થઈ છે અને અર્થવ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું કે ભારત સરકાર શક્ય તે તમામ રીતે 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સુધારામાં ભારતની પ્રગતિ પણ ચાલુ રહેશે. આપણે બધા સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું.

પ્રોડક્શન સેક્ટરને પ્રોત્સાહન આપવા અને વધારવા માટે વડાપ્રધાને 25 સપ્ટેમ્બર 2014એ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેનો હેતુ ભારતને મહત્ત્વપૂર્ણ રોકાણ અને નિર્માણ, સંરચના તથા નવીનતમ પ્રયોગોના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો હતો. 'મેક ઇન ઇન્ડિયા' મુખ્યત્વે પ્રોડક્શન સેક્ટર પર કેન્દ્રિત છે પરંતુ તેનો હેતુ દેશમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો પણ છે.


  • Follow us on: