કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં બે દિવસના પ્રવાસ પર છે. શનિવારે બપોરે એક સભાને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નકસલવાદીઓને ફરી એકવાર અપીલ કરતાં જણાવ્યું હતું કે હવે એ સમય જતો રહ્યો છે કે જ્યારે અંહી ગોળીઓ ચાલતી હતી અને બોમ્બ ધડાકા થતાં હતાં.


જેમના હાથોમાં હથિયાર છે એ જેમના હાથોમાં હથિયાર નથી તેવા તમામ નકસલીઓને હું અપીલ કરું છું કે તમે હથિયાર હેઠા મુકો અને મુખ્ય પ્રવાહમાં ભલી જાઓ. તમે અમારા પોતાના છો. કોઇપણ નકસલવાદી માર્યો જાય છે ત્યારે કોઇને ખુશી થતી નથી, પરંતુ આ ક્ષેત્રને વિકાસ જોઇએ છે. જે વિકાસ 50 વર્ષમાં થઇ શકયો નથી તે આપણા દેશના વડાપ્રધાન પાંચ વર્ષમાં કરી દેખાડવા માંગે છે.

86 નકસલવાદીઓએ તેલંગાણામાં સરન્ડર કર્યું

છત્તીસગઢમાં અમિત શાહના પ્રવાસ દરમિયાન 86 નકસલવાદીઓએ તેલંગાણામાં સરન્ડર કરી દીધું છે. તેમાં અસંખ્ય હાર્ડકોર માઓનાદીઓનો સમાવેશ થાય છે. તેને નકસલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની મોટી જીત માનવામાં આવે છે. ભદ્રાદી કૌતૈગુડેમ મલ્ટિ ઝોન-1ના આઈજી ચંદ્રશેખર રેડ્ડીની સામે કોઠાગુડેમના હેમચંદ્રપુરમ પોલીસ મુખ્યાલય પહોંચીને 86 નકસલવાદીઓએ આત્મસમર્પણ કરી દીધું હતું.


  • Follow us on: