દિલ્હી મેટ્રોમાં ક્યારેક અશ્લીલ તો ક્યારેક ડાન્સ અને સ્ટંટ કરતા વીડિયો ભારે વાયરલ થાય છે. એવા ક્ષોભજનક વીડિયો હોય છે કે ન પૂછો વાત. પરંતુ આ વખતે દિલ્હી મેટ્રોનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેની ચોમેર પ્રશંસા થઇ રહી છે. વીડિયોમાં એક છોકરાઓ ભજન ગાઇ રહ્યો છે. ધીમે ધીમે તે છોકરાઓએ એવો માહોલ બનાવ્યો કે ત્યાં હાજર સૌ કોઇ ભજન ગાવા લાગ્યા.

બે છોકરાઓએ કર્યુ દમદાર પર્ફોમન્સ 

નવરાત્રિના પ્રારંભથી જ દેશભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હી મેટ્રોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. ડાન્સ, સ્ટંટ અથવા અશ્લીલ વીડિયો અવારનવાર દિલ્હી મેટ્રોમાંથી સામે આવે છે. પરંતુ આ વખતે વાયરલ વીડિયોમાં બે છોકરાઓ ભજન સંભળાવતા જોવા મળે છે. છોકરાઓએ એવું વાતાવરણ બનાવ્યું કે બધા મુસાફરો તેમની સાથે ભજન ગાવા લાગ્યા. તેનો વીડિયો સામે આવ્યો છે જેમાં ભજન પુરુ થાય છે ત્યારે બધા લોકો ઉભા થઇને તાળીઓ પાડે છે.

મેટ્રોમાં માતાનો જયજયકાર 

વાયરલ થઈ રહેલો આ વીડિયો 56 સેકન્ડનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરાઓ સાથે ઉભા છે જેમાંથી એક ગિટાર વગાડી રહ્યો છે. બીજો ભજન સંભળાવી રહ્યો છે. છોકરાએ કહ્યું, પ્રેમથી બોલો…જય માતાજી, આ પછી બધા મુસાફરોએ પણ માતાજીના નારા લગાવીને તેમની સાથે સૂરમાં સૂર પુરાવતા જોવા મળી રહ્યા છે. મેટ્રોના બંને કોચની વચ્ચે બંને છોકરાઓ ઉભા છે અને એક ભજન ગાઇ રહ્યો છે. લોકોને આ ભજન ખૂબ પસંદ પડી રહ્યા છે. મુસાફરો પણ તેમની સાથે ભજન ગાઇ રહ્યા છે. તેમજ આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા.



ભજનનો વીડિયો વાયરલ
દિલ્હી મેટ્રોમાં ભજનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો છોકરાઓના ખૂબ વખાણ કરી રહ્યા છે. કોઇ કહી રહ્યું છે કે પહેલીવાર દિલ્હી મેટ્રોમાં સારો વીડિયો જોવા મળ્યો તો કોઇ કહી રહ્યું છે કે ચલો,દિલ્હી મેટ્રોમાં કંઇક સારુ થઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી મેટ્રોના વાયરલ થતા વીડિયોને લઈને ઘણી વખત નારાજગી જોવા મળે છે. થોડા દિવસો પહેલા મેટ્રોમાં બે યુવતીઓ હોળી રમતી અને અશ્લીલ રીતે ડાન્સ કરતી જોવા મળી હતી. કોચની અંદર અશ્લીલતા અને મારપીટના ડઝનેક વીડિયો વાયરલ થયા છે. આવી સ્થિતિમાં આ ભજન વીડિયોના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

  • Follow us on: