વધી રહલા સાઇબર ખતરા વચ્ચે તમામ રાજ્યોને સાઇબર કમાન્ડોની એક વિશેષ શાખાની સ્થાપના કરવા કહેવામાં આવ્યું છે. સાઇબર ખતરા સામે સાઇબર સુરક્ષા ક્ષમતાઓને વધાર્યા પછી ભારતીય સાઇબર અપરાધ સમન્વય કેન્દ્ર દ્વારા રાજ્યોમાં સાઇબર કમાન્ડોની વિશેષ શાખા ખોલવા નિર્ણય લેવામાં આવ્યો છે.


વીતેલા એક સપ્તાહમાં ભારતીય વિમાન કંપનીઓને 170થી વધુ નકલી ધમકીઓ મળી ચૂકી છે. મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક કે પછી ડાર્ક વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને તૈયાર થયેલા છે. તપાસ એજન્સીઓ આવા એકાઉન્ટ ધરાવનારાઓને ઝડપી શકતી નથી.

ગૃહ મંત્રાલય આવનારા પાંચ વર્ષમાં 5000 સાઇબર કમાન્ડો તૈયાર કરવા યોજના ઘડી રહ્યું છે. સાઇબર કમાન્ડો વિંગ તો પોલીસ વિભાગનું જ અંગ રહેશે. તે વિંગને રાષ્ટ્રીય સંસાધન માનવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યો, સંઘ પ્રદેશ, કેન્દ્રીય પોલીસ સંગઠનોમાં કાર્યરત પોલીસ કર્મીઓમાંથી જ આ કમાન્ડોની પસંદગી થશે.


  • Follow us on: