- ચોમાસાની રાહ જોયા બાદ દિલ્હી-NCRમાં મુશળધાર વરસાદ
- નોઈડા સહિત અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા
- હવામાન વિભાગની આગાહી પહેલા ધોધમાર વરસાદ
ચોમાસાની રાહ જોયા બાદ દિલ્હી-NCRમાં મુશળધાર વરસાદ થયો હતો. એટલો વરસાદ પડ્યો કે દિલ્હીના રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા. નોઈડા સહિત અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વરસાદના કારણે અકસ્માત સર્જાયો હતો. ટર્મિનલ 1ની છતનો એક ભાગ ત્યાં પાર્ક કરેલા વાહનો પર પડ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ગુરુવારે જારી કરાયેલા પોતાના બુલેટિનમાં હવામાન વિભાગે કહ્યું હતું કે શનિવાર અને રવિવારે વરસાદ પડશે.
દિલ્હી-NCRમાં જે મૂશળધાર વરસાદ
ગુરુવારે હવામાન વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, આગામી 2-3 દિવસમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ પ્રિ-મોન્સુન છે કે ચોમાસું આવી ગયું છે. સામાન્ય રીતે પ્રી-મોન્સૂનમાં હળવા ઝરમર વરસાદ હોય છે, પરંતુ દિલ્હી-NCRમાં જે મૂશળધાર વરસાદ થયો છે તે ચોંકાવનારો છે.
હવામાન વિભાગ મુજબ, ચોમાસા માટે પવન, સમય અને અન્ય માપદંડો છે. પરંતુ જે વરસાદ પડ્યો છે તે ચોમાસાના માપદંડોને પૂર્ણ કરતો નથી. આ જ કારણ છે કે વિભાગ તાજેતરના વરસાદને સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ તરીકે ગણી રહ્યો નથી. ભારતીય હવામાન વિભાગએ શુક્રવારે રાજધાનીમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ બુલેટિન જારી કર્યું હતું. બુલેટિનમાં, હવામાન વિભાગે દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતની જાહેરાત કરી હતી.
આગાહી પહેલા વરસાદ થવાનું શું છે કારણ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને મધ્યપ્રદેશના મોટાભાગના ભાગોમાં આગળ વધી ચૂક્યું છે. તેની અસર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગોમાં જોવા મળી રહી છે. તેની અસર અહીં પણ જોવા મળી છે, દરમિયાન, IMDએ પણ આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.









