દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે રેખા ગુપ્તા. શાલીમાર બાગ વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા રેખા ગુપ્તા આજે સીએમ પદ માટેના શપથ લેશે. ધારાસભ્ય દળની બેઠકમાં ગઇકાલે તેમના નામ પર મ્હોર મારવામાં આવી હતી. આજે રામલીાલ મેદાનમાં વીઆઇપી, વીવીઆઇપી અને અન્ય દિગ્ગજો સહિત હજારો લોકોની હાજરીમાં તેઓ શપથ લશે. સામાન્ય જનતા પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચશે. જેને લઇને દિલ્હી વાસીઓ માટે અનેક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
ટ્રાફિક ડાયવર્ઝન
સુભાષ પાર્ક ટી-પોઇન્ટ, રાજઘાટ, દિલ્હી ગેટ, આઇટીઓ, અજમેરી ગેટ, રણજીત સિંહ ફ્લાયઓવર, ભવભૂતિ માર્ગ ડીડીયુ માર્ગ રેડ લાઇટ, ઝાંડેવાલન ચોક
ટ્રાફિક પ્રતિબંધો
સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ઘણા રૂટ પર ટ્રાફિક ખોરવાશે. આમાં BSZ માર્ગ (ITO થી દિલ્હી ગેટ સુધી), JLN માર્ગ (દિલ્હી ગેટથી ગુરુ નાનક ચોક સુધી), અરુણા આસિફ અલી રોડ, મિન્ટો રોડથી કમલા માર્કેટ ચોક અને હમદર્દ ચોક સુધી, રણજીત સિંહ ફ્લાયઓવરથી તુર્કમાન ગેટ સુધી, અજમેરી ગેટથી કમલા માર્કેટ ચોક સુધીનો સમાવેશ થાય છે.
દિલ્હી પોલીસની સામાન્ય જનતા માટે સૂચનાઓ
ટ્રાફિક સુગમ રહે તે માટે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરો. તમારા વાહનને ફક્ત નિયુક્ત પાર્કિંગ જગ્યાઓ પર જ પાર્ક કરો. રસ્તાની બાજુમાં ગેરકાયદેસર રીતે વાહન પાર્ક ન કરો. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જો તમને કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચવા માટે પહાડગંજ બાજુના રસ્તાનો ઉપયોગ કરો. અજમેરી ગેટ તરફ જવાનું ટાળો. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ટ્રાફિક સુગમ રહે તે માટે મુસાફરોને આ સૂચનાઓનું પાલન કરવા અને દિલ્હી ટ્રાફિક પોલીસને સહયોગ આપવા વિનંતી છે.