દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના લગભગ 11 દિવસ બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની છે. દિલ્હીની જનતા એ જાણવા ઉત્સુક છે કે મુખ્યમંત્રીની ખુરશી કોને મળશે? જો કે ભાજપે હજુ પણ આ અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. દિલ્લીની શાલીમાર બાગ બેઠકથી જીતેલા ધારાસભ્ય રેખા ગુપ્તાના નામ પર નવા મુખ્યમંત્રીની મ્હોર મારવામાં આવી છે. મોડી સાંજે બીજેપી વિધાયક દળની બેઠકમાં સીએમ પદ માટે રેખા ગુપ્તાનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે.
કેવી રીતે રાજકીય કારકિર્દીની થઈ શરૂઆત?
રેખા ગુપ્તાએ 1993માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1997-97માં તે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા છે. તેઓ 2007 અને 2012માં ઉત્તર પિતામપુરા (વોર્ડ 54)થી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી 2022માં તેણીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયર પદ માટે ભાજપના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.
રેખા ગુપ્તાની સિદ્ધિઓ
રેખા ગુપ્તાએ તેમની રાજકીય સફરમાં મહિલા કલ્યાણ, શિક્ષણ સુધારણા અને સમુદાય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે તેમના વિસ્તારમાં સ્વિમિંગ પૂલ, જીમ, લાઇબ્રેરી અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ પૂરી પાડી છે. આ ઉપરાંત, તેમણે મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય તપાસ કેમ્પ શરૂ કર્યા. સ્ત્રી ભ્રૂણ હત્યા અને બાળ મજૂરી સામે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે.
20 ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ
20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સાથે ભાજપ સરકારની રચના થશે. આ અંગેની તૈયારીઓ પણ તેજ ગતિએ ચાલી રહી છે. દરમિયાન બુધવારે ધારાસભ્ય પક્ષની બેઠક ચાલી રહી છે, જેમાં ચર્ચા બાદ પક્ષના નેતાના નામને મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે યોજાવાનો હતો, પરંતુ તે જ દિવસે સવારે 11.00 કલાકે કરવામાં આવ્યો છે. એટલે કે સમારંભનો સમય બદલાયો છે, પરંતુ તારીખ એ જ છે. દિલ્હીના મુખ્યમંત્રીની પસંદગી માટે બીજેપી વિધાયક દળની બેઠક શરૂ થઈ હતી. સીએમ પદની રેસમાં રેખા ગુપ્તા, વિજેન્દ્ર ગુપ્તા જેવા નેતાઓના નામ સામેલ છે.