• ખાનપાનમાં થોડા જરૂરી ફેરફાર કરવાથી વયની તુલનામાં મગજની ઉમરને જલદી વધતી રોકી શકાય છે : અભ્યાસ

  • સારું, તાજું અને પોષક તત્ત્વો સભર ભોજન લેવા પર વિજ્ઞાનીઓએ ભાર આપ્યો
  • આપણા આહાર અને ખાનપાનની સીધી અસર આપણા મગજ પર પડે છે

વિજ્ઞાનમાં આ વાતે સહમતી સધાઇ ગઇ છે કે આપણા આહાર અને ખાનપાનની સીધી અસર આપણા મગજ પર પડે છે. તેથી હંમેશા સારું, તાજું અને પોષક તત્ત્વસભર ભોજન લેવા પર જ ભાર અપાય છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ એક શોધમાં પણ આ વાત પર ભાર આપ્યો છે. આ રિસર્ચમાં જોવા મળ્યું હતું કે જો આપણે આપણા ખાનપાનમાં થોડા જરૂરી ફેરફાર કરી લઇએ તો આપણા મગજની વયને જલદી વધતા રોકી શકાય છે. વાસ્તવમાં જેમ-જેમ આપણી વય વધે છે તેની સાથે જ આપણા મગજની ઉંમર પણ વધવા લાગે છે. વધતી વયની સાથે જ આપણું મગજ નબળું પડવા લાગે છે. આપણી યાદશક્તિ ધીમી પડી જાય છે અને થોડી પણ જટિલ બાબત હોય તો તેને સમજવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

વૈજ્ઞાનિકોની ખાસ ડાયેટ લેવાની ભલામણ

વિજ્ઞાનીઓએ પોતાના અભ્યાસમાં જોયું હતું કે મેડિટેરેનિયન (ભૂમધ્યસાગર) શૈલીનો આહાર જેમ કે માછલી, જૈતૂનનું તેલ, ફળો, શાકભાજી, આખા અનાજ વગેરેને આહારમાં સામેલ કરવાથી આપણું મગજ લાંબા સમય સુધી યુવાન બની રહે છે. વધતી વય બાદ પણ આપણી યાદશક્તિ સારી રહે છે. આ તમામ વસ્તુઓ આપણા મગજને એકદમ સજ્જ અને તેજ રાખવામાં મદદ કરે છે.સાથે જ જોવા મળ્યું હતું કે કેટલાક પોષક તત્ત્વો જેવા કે ફેટી એસિડ, એન્ટિઓક્સિડેન્ટ્સ (જેવા કે વિટામિન ઇ), કેરોટીનોઇડ ( તે રંગીન શાકબાજી અને ફળોમાં મળી આવે છે) અને કોલીન (ઇંડાં અને સોયાબીનમાં મળે છે) મગજની વયને ધીમી ગતિમાં વધારે છે. જે લોકોના આહારમાં વધારે પ્રમાણમાં આ પોષક તત્ત્વો ની ભરમાર હતી તેમના મગજની વય તેમની ઉમર કરતા ખૂબ ધીમી ગતિએ વધી રહી હી. તેમનું મગજ અન્ય લોકોની તુલનામાં વધારે તેજ હતું.

65-75 વર્ષની વયના લોકો પર અભ્યાસ

એનપીજે એજિંગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં 65 થી માંડીને 75 વર્ષની વયજૂથના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં આ લોકોના ખાનપાનની ટેવો પર ધ્યાન આપવામાં આવ્યું હતું જેથી કરીને આ જાણી શકાય કે તેમના ખાનપાન અને તેમના મગજની વય વધવા વચ્ચે શું કોઇ સંબંધ છે કે કેમ?

  • Follow us on: