• જિનીવા સ્થિત સંગઠન IDMCના રિપોર્ટમાં વિસ્થાપન મુદ્દે ચોંકાવનારા આંકડા અપાયા

  • રિપોર્ટમાં દિલ્હીને પૂર વિસ્થાપન માટેનું હોટ સ્પોટ ગણાવાયું, 9 જુલાઇ, 2023ના પૂરનો ઉલ્લેખ
  • આફતોને કારણે ભારતમાં લગભગ 25 લાખ લોકોને વિસ્થાપિત કરવા પડયા હતા

ભારતમાં વર્ષ 2023માં પૂર, તોફાન, ભૂકંપ અને અન્ય કુદરતી આફતોને કારણે પાંચ લાખ કરતા વધારે લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી હતી. એક વૈશ્વિક રિપોર્ટમાં આ દાવો કરાયો છે. આ આંકડો વર્ષ 2022ના આંકડા કરતા ખૂબ ઓછો છે. 2022માં કુદરતી આફતોને કારણે ભારતમાં લગભગ 25 લાખ લોકોને વિસ્થાપિત કરવા પડયા હતા. જિનીવા સ્થિત ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટર (IDMC)ના રિપોર્ટમાં દિલ્હીને પૂર વિસ્થાપન માટેનું હોટસ્પોટ ગણાવાયું હતું. 9 જુલાઇ 2023ના રોજ યમુના નદીમાં પૂર આવવાને કારણે અધિકારીઓએ દિલ્હીમાં અનેક વિસ્તારોમાં લોકોને ઘર ખાલી કરાવવા પડયા બતા. IDMCના અનુસાર 2023માં યમુનામાં આવેલી પૂર દરમિયાન લગભગ 27 હજાર લોકોને વિસ્થાપિત કરાયા હતા. 9 જુલાઇ, 2023ના રોજ દિલ્હીમાં 24 કલાકની અંદર 153 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જે 1982 બાદ દિલ્હીમાં એક દિવસમાં થયેલો સૌથી વધારે વરસાદ હતો.

IDMCના રિપોર્ટમાં કરાયેલો દાવો 

IDMCના રિપોર્ટમાં જણાવાયું હતું કે જૂન 2023માં આસામમાં કુદરતી આફતોને કારણે 20 જિલ્લા અસર પામ્યા હતા અને લગભગ 91,000 લોકો વિસ્થાપત થયા હતા. તે સિવાય 2023માં અરબ સાગરમાં બિપરજોય તોફાનને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં લગભગ એક લાખથી વધારે લોકો વિસ્થાપિત થયા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે તે વર્ષે જ (2023માં) દક્ષિણ એશિયામાં લગભગ 37 લાખ લોકોને વિસ્થાપિત કરાયા હતા. 2018માં તે આંકડો 36 લાખ હતો. IDMCના સંશોધકોના જણાવ્યા પ્રમાણે 2023માં દક્ષિણ એશિયામાં આવેલા મોચા તોફાનને કારણે બાંગ્લાદેશમાં 13 લાખ લોકોને વિસ્થાપિત કરાયા હતા.


  • Follow us on: