ભારતના મુખ્ય ન્યાયાધીશ પદ પરથી રિટાયર્ડ થયા બાદ ડીવાય ચંદ્રચૂડની ભૂમિકા વિશે ચર્ચા થતી રહી છે. પૂર્વ સીજેઆઇએ આ ચર્ચાનો અંત લાવતાં સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય. મીડિયા એજન્સીના કોન્ક્લેવમાં તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ ક્યારે રાજકારણમાં આવશે?


તેના જવાબમાં ચંદ્રચૂડે કહ્યું કે, તેઓ 65 વર્ષની ઉંમરે એવું કશું નહીં કરે જેનાથી તેમના કામ અને ન્યાયિક પ્રણાલીની ઈમાનદારી પર શંકા ઊભી થાય.પૂર્વ સીજેઆઇને સવાલ પૂછવામાં આવેલો કે રિટાયરમેન્ટ બાદ જજોએ રાજકારણમાં આવવું જોઈએ? તેના જવાબમાં તેમણે કહ્યું, બંધારણ કે કાયદામાં એવું કરવા સામે કશો પ્રતિબંધ નથી. આપણો સમાજ પૂર્વ જજોને કાયદાના સંરક્ષક તરીકે જુએ છે. તેમની લાઇફ-સ્ટાઇલ સમાજના કાયદા પ્રમાણેની હોવી જોઈએ. પૂર્વ સીજેઆઇએ કહ્યું કે, જજોએ ટ્રોલિંગ બાબતે ખૂબ સાવધ રહેવું પડશે. ટ્રોલર્સ કોર્ટના ચુકાદાને બદલવાની કોશિશ કરી રહ્યા છે.પૂર્વ સીજેઆઇએ કહ્યું કે કોઈ ખાસ બાબતમાં રસ ધરાવતા સ્પશિયલ ઇન્ટરેસ્ટ ગ્રૂપ તે કેસના રિઝલ્ટને સોશિયલ મીડિયા દ્વારા પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. જજોએ તેનાથી સાવધ રહેવાની જરૂર છે. આજકાલ યૂટયૂબ અને બીજાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુઓ 20 સેકન્ડના વીડિયોના આધારે અભિપ્રાય ઊભો કરે છે, જે ખૂબ મોટું જોખમ છે.


  • Follow us on: