જસ્ટિન ટ્રુડોની સરકારનું ખાલિસ્તાનીઓ સાથેનું કૂણું વલણ હવે તો કેનેડાના લોકોને પણ ખટકવા લાગ્યું છે. કેનેડાની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા પિએરે પોઇલીવારે કહ્યું કે જસ્ટિન ટ્રુડો દેશમાં ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે.


ટ્રુડો ખાલિસ્તાનીઓને સાથ આપીને દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે. ભારતવંશીઓએ 18 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ખાલિસ્તાનીઓ ત્યાં પહોંચી ગયા હતા અને કાર્યક્રમમાં ખલેલ ઊભી કરી હતી અને હિંદુઓ પાછા જાઓ જેવાં સૂત્રો પોકાર્યાં હતાં. શીખ ફોર જસ્ટિસના સભ્યોએ પત્રિકાઓ ઉડાડી હતી. ત્યાર બાદ કેનેડામાંના હિંદુઓ અને ખાલિસ્તાનીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. વિપક્ષે ખાલિસ્તાનીઓની આ પ્રવૃત્તિ સામે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષી દળનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે. કેનેડામાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિએરે પોઇલીવરે કહ્યું કે હિંદુઓને પણ પૂજાપાઠ અને પોતાના આયોજનોનો અધિકાર છે.

ટ્રુડોએ લોકોને વહેંચી નાખ્યા છે :વિપક્ષી નેતા પોઇલીવરે કહ્યું કે, કેનેડામાં હિંદુફોબિયા એજન્ડા અને હિંદુ વિરોધીઓ માટે જગ્યા નથી. પરંતુ આપણા વડાપ્રધાને લોકોને વહેંચી નાખ્યા છે. જોકે તેમના મનનું ધાર્યું નહીં ચાલે. આપણે બધાએ એકજૂથ થવાની જરૂર છે. બધાને આઝાદી હોય અને બધા દેશભક્ત હોય.

હિંદુ સંગઠનોએ પિએરેનો આભાર માન્યો :પએરેના આ નિવેદન બદલ કોલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા સંગઠનના અધ્યક્ષ ઋષભ સારસ્વતે તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, તમે કેનેડામાં હિંદુફોબિયા છે તેવું જોયું તે બદલ આભાર. પિએરેએ કેનેડામાં હિંદુઓ સામેના પડકારો જાણ્યા. કમ સે કમ એ વાતનો ઉલ્લેખ કર્યો કે કેનેડામાં હિંદુ સમુદાય ઘૃણા અને હુમલાનો સામનો કરે છે.


  • Follow us on: