• દિલ્હી લીકર સ્કેમ પોલિસી મામલે મનીષ સિસોદિયા જેલમાં
  • કોર્ટે ન્યાયિક કસ્ટડી 8મે સુધી લંબાવી
  • સીબીઆઇ દ્વારા પણ મનીષ સિસોદિયાની કરાઇ છે ધરપકડ

દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વધુ એકવાર કોર્ટને ઝટકો લાગ્યો છે. ન્યાયિક કસ્ટડી 8 મે સુધી લંબાવવામાં આવી છે.

વિજય નાયર અને અન્ય આરોપીની પણ કસ્ટડી લંબાવી

[[$googlead]]

દિલ્હી કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરી રહેલા મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયા તેમજ વિજય નાયર અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી પણ 8 મે, 2024 સુધી લંબાવી છે. મહત્વનું છે કે આજે તેઓની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

[[$alsoread]]

શું છે મનીષ સિસોદિયા પર આરોપ ?

મનીષ સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ તિહાડ જેલમાં બંધ છે. CBI અને ED દ્વારા મનીષ સિસોદિયા પર દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતી વખતે, લાયસન્સ ધારકોને અનુચિત લાભ આપવા, લાયસન્સ ફી માફ કરવા અથવા ઘટાડવા અને સક્ષમ અધિકારીની મંજૂરી વગર લાયસન્સ આપવાનો આરોપ છે.

CBIએ કરી છે ધરપકડ

CBIએ દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી છે અને આ કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી પણ 7 મે સુધી લંબાવવામાં આવી છે. આ દરમિયાન કોર્ટે સીબીઆઈને ટેબલ તૈયાર કરીને નિવેદનો અને પુરાવા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  • Follow us on: