• 11 વાગે NDA સંસદીય દળની આજે બેઠક
  • દિગ્ગજ નેતાઓ પહોંચ્યા દિલ્હી
  • સાંજે 5 વાગે મળશે રાષ્ટ્રપતિને

    લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ રહ્યા છે. આજે દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક છે. આ બેઠકમાં પીએમ મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપ અને તેના અન્ય સહયોગી પક્ષોના નેતાઓ હાજરી આપશે. આ ઉપરાંત એનડીએના તમામ રાજ્યસભા સાંસદો, ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત ઘણા નેતાઓ હાજર રહેશે.

    સાંજે 5 વાગે રાષ્ટ્રપતિને મળશે
    11 વાગે સંસદીય દળની બેઠક મળવાની છે. જે બેઠક બાદ નરેન્દ્ર મોદી નવા સાંસદોને સંબોધિત કરશે. આ પછી તમામ સહયોગી દળો સાંજે રાષ્ટ્રપતિને મળશે. રાષ્ટ્રપતિએ NDA સાંસદોને સાંજે 5 વાગ્યે મળવાનો સમય આપ્યો છે

    દિગ્ગજો પહોંચ્યા દિલ્હી 
    NDAની મહત્વની બેઠક યોજાવાની છે, જે બાદ નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. આ સાથે જ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશા સીટ પરથી લોકસભા ચૂંટણી જીતનાર શિવરાજ સિંહ ચૌહાણ પણ દિલ્હી પહોંચી ગયા છે. આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી પહોંચ્યા છે.



    શપથ ગ્રહણ સમારોહમાં કોને આમંત્રણ ?
    નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકો, વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલ્વે કર્મચારીઓ, ટ્રાન્સજેન્ડર, સ્વચ્છતા કામદારો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને વિકસિત ભારતના રાજદૂતોને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવશે.

  • Follow us on: