• દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે
  • વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તે ખાસ
  • રાખડી પર તેમની સ્વર્ગસ્થ માતાનો ફોટો

દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓએ પીએમ આવાસ પર પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ પર રાખડી બાંધી. વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તેના પર તેમની સ્વર્ગસ્થ માતાનો ફોટો છે. આ ખાસ રાખીના ફોટોમાં પીએમ મોદી પોતાની માતાના પગ ધોતા જોવા મળે છે.

PMએ રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી

[[$googlead]]

PM મોદીએ રક્ષાબંધનના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આજે સમગ્ર દેશમાં ખુબજ ઉત્સાહ અને ઉમંગની સાથે ભાઇ-બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઇ રહી છે. રક્ષાબંધનના આ પાવન અવસર પર PM મોદીએ શુભેચ્છા પાઠવી છે. સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત કરી છે.

[[$alsoread]]

PM મોદીએ કહ્યુ આ ભાઇ-બહેનના પ્રેમનુ પ્રતિક

ભાઇ-બહેનના નિશ્વાર્થ પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યુ કે આ પાવન તહેવાર તમારા સંબંધોમાં મિઠાસ ઉમેરે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. રક્ષાબંધન સામાન્ય રીતે રાખડીથી જાણીતો છે જો કે આજે સાથે સાથે શ્રાવણનો ત્રીજો સોમવાર છે. આથી આજનો દિવસ ખાસ છે. સાથે આજે એક સાથે 5 શુભ યોગનો સંયોગ રચાઇ રહ્યો છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અનુસાર પરંપરા છે કે ભાઇ-બહેનના આ તહેવારને ધામધુમથી ઉજવવામાં આવી રહી છે. ભાઇના કાંડે રાખડી બાંધીને બહેન ભાઇની પ્રગત્તિની પ્રાર્થના કરે તો ભાઇ તેના બદલામાં આજીવન બહેનની રક્ષા કરવાનુ વચન આપે. આજના દિવસે ભાઇને મોં મીઠુ કરી જમાડી બહેન ભાઇને દીલથી દુવા આપે કે ખમ્મા મારા વીરાને... ભાઇ પણ એટલા જ પ્યાર અને લાગણીથી બહેનને ભેટ આપે.


  • Follow us on: