- દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે વિજયાદશમીની ઉજવણી
- રાવણ દહન કાર્યક્રમમાં પીએમ મોદી રહ્યા હાજર
- અયોધ્યા રામમંદિર નિર્માણને લઇને કરી વાત
રાષ્ટ્રીય રાજધાનીમાં આજે દશેરાની ઉજવણી ધામધૂમથી થવાની છે. જેને લઇને પીએમ મોદી દિલ્હીના દ્વારકા ખાતે પહોંચ્યા છે. રામ લીલા મેદાન ખાતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામ લીલા મેદાનમાં રાવણના પૂતળાનું દહન કર્યુ હતું. .અહીં સેક્ટર 10માં DDA ગ્રાઉન્ડ ખાતે દ્વારકા શ્રી રામ લીલા સોસાયટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
સંકલ્પ પર ધ્યાન આપવાનું પર્વ- PM મોદી
આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે દર વર્ષે રાવણ દહન થાય છે. પણ એટલું જ કાફી નથી આ પર્વ આપણા માટે સંકલ્પનું પર્વ છે. પોતાના સંકલ્પ પર ધ્યાન આપવાનું પર્વ છે. એવા સમયે વિજયાદશમી મનાવી રહ્યા છે જ્યારે ચંદ્રપર સફળતા મળી એને બે મહિના પૂરા થયા છે. આ પર્વ પર શસ્ત્રપુજા કરવામાં આવે છે. ભારતની ધરતી પર કોઈ ભૂમિ પર આધિપત્ય નહીં પણ એની સુરક્ષા માટે શસ્ત્રપૂજા કરવામાં આવે છે.
શક્તિની પૂજા સૃષ્ટિના વિજય-યશ માટે
નવરાત્રિની શક્તિપૂજા શરૂ થતા જ બધા માતાજીને યાદ કરે છે. શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તયૈ નમો નમઃ પૂજા પૂરી થાય એટલે દેહી સૌભાગ્ય, જયમ દેહી, યશોદેહી. આપણી શક્તિ પૂજા આપણા માટે નહીં પણ સમગ્ર સૃષ્ટિના સૌભાગ્ય-આરોગ્યથી વિજય અને યશ માટે કરવામાં આવે છે. ભારતનો દર્શન અને વિચાર આ મૂળભૂત સિંદ્ધાંતોને જીવે છે. ગીતાનું જ્ઞાન પણ જાણીએ છીએ અને આઈએનએસ વિક્રાંત અને તેજસનું નિર્માણ પણ જાણીએ છીએ. આપણે શ્રીરામની મર્યાદા પણ જાણીએ છીએ અને પોતાની સીમાનું રક્ષણ કરવાનું પણ જાણીએ છીએ. શક્તિપૂજાનું સંકલ્પ પણ જાણીએ છીએ અને કોરોનામાં સર્વે સંતું નિરામયા જીવીને બતાવીએ છીએ.
રામલલ્લાના મંદિરમાં પૂજા થશે
આ એ જ ભારતભૂમિ છે ભારતની વિજયાદશમી પણ આ વિચારનું પ્રતિક છે. આ સૌભાગ્ય મળ્યું છે કે, આપણે ભગવાન રામનું મંદિર બનતા નિહાળીએ છીએ. અયોધ્યાની હવે પછીની રામનવમી પર રામલલ્લાના મંદિરમાં પૂજા થશે. સમગ્ર વિશ્વને હર્ષિક કરી દેશે. વર્ષોથી જે અહીં કહેવાય છે. કૌશલ્યા હિતકારી, રામજન્મ ભૂમિ પર બની રહેલું ભવ્ય મંદિર વર્ષોની પ્રતિક્ષા બાદ ભારતીયોના ધૈર્યને મળેલી વિજયનું પ્રતિક છે. રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થશે. આ ક્ષણને થોડા મહિના જ બાકી છે. રામ આવવાના છે.
જ્યારે પ્રભુ શ્રીરામ બિરાજમાન થશે..
એ ક્ષણની કલ્પના કરો કે વર્ષો પછી રામ મંદિરમાં ભગવાન રામ બિરાજશે. રામનો આવકારો તો વિજયાદશમીથી જ થઈ જાય છે. જ્યારે પ્રભુ રામનું આગમન થવાનું હતું તો પૂરી અયોધ્યામાં શકન થવાના હતા. એ સમયે તમામ લોકોનું મન ખુશ થવા લાગ્યું,. સમગ્ર નગર રમણીક બની ગયું હતું. એવા જ શકન આજે થઈ રહ્યા છે. ભારત ચંદ્ર પર સફળ થયું છે. દુનિયાની સૌથી મોટી અર્થ વ્યવસ્થા ધરાવતો દેશ બનાવવા જઈ રહ્યા છે. થોડા સમય પહેલા સંસદની નવી ઈમારતમાં પ્રવેશ કર્યો. નારી શક્તિને પ્રતિનિધિત્વ દેવા સંસદે નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો છે. ભારત આજે વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી સાથે સૌથી વિશ્વસનીય ડેમોક્રેસી તરીકે ઊભો થઈ રહેલો દેશ છે. આ મધર ઓફ ડેમોક્રેસી છે. આ સુખદ ક્ષણ વચ્ચે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ શ્રીરામ બીરાજશે. એક રીતે આઝાદીના 75 વર્ષ બાદ આ ભારતના ભાગ્યનો ઉદય થવાનો છે.
કડક સુરક્ષા બંદોબસ્ત
દિલ્હીના પ્રખ્યાત લાલ કિલ્લાના મેદાનમાં રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળા લગાવવામાં આવ્યા છે. દિલ્હીના સીપી સંજય અરોરાએ વરિષ્ઠ સ્પેશિયલ સીપી સાથે લાલ કિલ્લાના મેદાનમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. VVIP માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશભરમાં ઉજવણી
દેશભરમાં આનંદનો માહોલ છે. દરેક શહેર રાવણ દહનની તૈયારીઓ કરી રહ્યું છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ રાવણ દહન થાય છે. ત્યારે દિલ્હીમાં દ્વારકાના રામલીલા મેદાનમાં રાવણનું દહન કરશે. અહીં રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળા સિવાય ચોથું પૂતળું એક રાક્ષસનું પણ બનાવવામાં આવ્યું છે,









