• સુખદેવસિંહ ગુગામેડી હત્યા કેસમાં 3ની ધરપકડ
  • હત્યા કરનારા 2 શૂટર્સ સહિત 3ની ચંદીગઢથી ધરપકડ
  • રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષના હત્યારા ઝડપાયા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ રોહિત રાઠોડ, નીતિન ફૌજી અને ઉધમ સિંહ તરીકે કરવામાં આવી છે જેઓની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી છે.


[[$googlead]]

આરોપીઓ પાસેથી મળ્યા મોબાઇલ

[[$alsoread]]

દિલ્હી અને રાજસ્થાન પોલીસના સંયુક્ત પ્રયાસથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. ચંદીગઢના સેક્ટર 22ની હોટલમાંથી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓને પોલીસ જયપુર લઇ જશે. હત્યાકાંડ બાદ શૂટરોને સાથ આપનાર ક્રાઈમ શૂટર રોહિત અને ઉધમ સાથે પોલીસ દિલ્હી પહોંચી છે, જ્યારે રાજસ્થાન પોલીસ શૂટર નીતિન ફૌજીને પોતાની સાથે લઈ ગઈ છે. આ મામલે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ કમિશનર રવિન્દ્ર યાદવ પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.


મુખ્ય સૂત્રધાર છે કુખ્યાત ગેંગસ્ટર

સુખદેવ ગોગામેડી હત્યા કેસનું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું હતું તે અંગે પણ મોટો ખુલાસો થયો છે. ગોગામેડી હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર રોહિત ગોદારા વિદેશમાં બેઠેલો રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર છે. રોહિત ગોદરાએ સુખદેવને મારવાનું કામ અને શૂટરને ગોઠવવાની જવાબદારી તેનો જમણો હાથ ગણાતા વીરેન્દ્ર ચારણને આપી હતી. શૂટરોને અત્યાધુનિક હથિયારોના ડીલરો રોહિત ગોદારા અને વીરેન્દ્ર ચરણ દ્વારા રાખવામાં આવ્યા હતા. ધરપકડ બાદ આરોપી નીતિન ફૌજી પોલીસની સામે ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી કે તેનો રાજસ્થાનના મોસ્ટ વોન્ટેડ અને અત્યાધુનિક આર્મ્સ ડીલર રોહિત ગોદારા અને વિરેન્દ્ર ચારણ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો.


  • Follow us on: