• દિલ્હી પોલીસે કર્યો ફેક વિઝાનો પર્દાફાશ
  • ક્રાઇમ બ્રાંચે કરી 7 લોકોની ધરપકડ
  • વિઝા આપવાનું કહીને પડાવતા હતા રૂ.59000

દિલ્હી પોલીસે સોમવારે સાત લોકોની ધરપકડ કરીને ફેક વિઝા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક હજારથી વધુ લોકોને ગલ્ફ દેશો અથવા મલેશિયાના દેશોમાં મુસાફરી કરવા માટે વિઝા મેળવવામાં મદદ કરવાનું વચન આપીને છેતર્યા હતા.

ફેક વિઝા આપતી ગેંગ ઝડપાઇ

[[$googlead]]

[[$alsoread]]

સ્પેશિયલ સીપી રવિન્દર યાદવે જણાવ્યું કે આ કેસનો માસ્ટર માઈન્ડ ઈનામુલ હક છે, જે બિહારના દરભંગા જિલ્લાનો રહેવાસી છે. પોલીસે ઝાકિર નગર સ્થિત જોગાબાઈની ઓફિસમાંથી મોટી માત્રામાં વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. આરોપીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી દુબઈ સ્થિત કંપનીઓનો ડેટા લીધો હતો. વધુમાં જણાવ્યું કે તેમને વિદેશ મંત્રાલય તરફથી કેટલીક ફરિયાદો મળી રહી છે. જ્યારે તેઓએ તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે આ કેસમાં હજારો પીડિતો હતા. વિઝા આપવાના નામે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. આરોપીઓ છેલ્લા 4-5 વર્ષથી આ રીતે લોકોને છેતરતા હતા.


શું હતી મોડસ ઓપરેન્ડી ?

છેતરપિંડી કરાયેલા મોટાભાગના લોકો કેરળ અને દેશના દક્ષિણ ભાગના છે, ગેંગની મોડસ ઓપરેન્ડીનું વર્ણન કરતા સ્પેશિયલ સીપી (ક્રાઈમ) એ જણાવ્યું હતું કે, "તેઓ (આરોપીઓ) દિલ્હીમાં સારી જગ્યાએ ફ્રન્ટ ઓફિસ ખોલતા હતા જ્યાં તેઓ બે થી ત્રણ લોકોની નિમણૂક કરતા હતા અને એવી ઇમ્પ્રેશન જમાવતા કે તેઓની મોટી કંપની છે જે ગ્લફ કન્ટ્રી અને મલેશિયાના વિઝાની વ્યવસ્થા કરવામાં મદદ કરે છે. તબિશ હાશ્મી, મોહમ્મદ તબરેઝ આલમ, તારિક શમ્સ અને ઇકરામ મોઝફર તરીકે ઓળખાયેલી ગેંગના સભ્યો કોલ સેન્ટરમાંથી લોકોને ફોન કરતા હતા. તેઓ કોણ ગલ્ફ દેશોમાં જવા માંગે છે તે જાણવા માટે રોજગાર વેબસાઇટ્સ પર કંપની પ્રોફાઇલ અપલોડ કરતા હતા. ગેંગ લોકોને કોલ્ડ કોલ કરતી હતી અને જો કોઈ વ્યક્તિ લાલચમાં ફસાય તો તેને દિલ્હીની ઓફિસમાં લઇ જતા. તેની પાસેથી 59 હજાર રૂપિયા માત્ર માહિતી આપવાના વસૂલતા હતા. આવુ છેલ્લા 3 મહિના સુધી કર્યા બાદ ફ્રોડ ગેંગે તેમની તમામ ઑફિસો બંધ કરી દીધી હતી. તેઓ અલગ અલગ જગ્યાએ ઓફિસો ખોલીને આ પ્રકારનું ફ્રોડ કરતા હતા 

  • Follow us on: