- દિલ્હી પ્રદુષણને લઈને કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ
- પ્રાથમિક શાળાઓ બંધ કરવાની દિલ્હી સીએમની જાહેરાત
- સમસ્યાના સમાધાન માટે કેન્દ્રએ આગળ આવે: સીએમ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને પ્રેસ કોન્ફરન્સ કર હતી. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત મન પણ હાજર હતા, પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જાહેરાત કરી હતી કે આવતીકાલથી દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. સાથે જ, ધોરણ-5થી ઉપરના વર્ગો માટે આઉટડોર એક્ટીવીટીઝ પણ બંધ રહેશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદુષણ વધી ગયું છે. હવાના પ્રદુષણની સમસ્યાને લીધે દિલ્હીની જ નહિ પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોની હવા પ્રદુષિત થઇ ગઈ છે. પ્રદુષણ માટે પાર્ટી જવાબદાર નથી. આ સમયે સમસ્યાના સમાધાન માટે કેન્દ્ર સરકારે આગળ આવવું જોઈએ.
સીએમ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં પરાળી માટે અમે જવાબદાર છીએ. આગામી વર્ષ સુધી પરાળીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. કેજરીવાલને અપશબ્દો કહેવાથી હવા સાફ નહી થઇ જાય. આપણે સાથે મળીને યોજના બનાવીને કામ કરવાની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે ઓડ-ઇવન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જરૂર પડે તો તેને લાગુ પણ કરવામાં આવી શકે છે.