• ઓવૈસીના નિવેદનને લઇને વિરોધ
  • શપથ દરમિયાન બોલ્યા જય પેલેસ્ટાઇન
  • VHP અને બજરંગ દળે કર્યો વિરોધ

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તહાદુલ મુસ્લિમીન અને હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો વીએચપી અને બજરંગ દળના નિશાને આવ્યા છે. સંસદમાં જય પેલેસ્ટાઇન બોલવા બદલ રાજકારણ ગરમાયુ છે તેમજ દિલ્હીમાં તેના વિરોધમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન બંને સંગઠનોના સભ્યોએ નારેબાજી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીએચપી અને બજરંગ દળના સભ્યોએ કર્યો વિરોધ

[[$googlead]]

દિલ્હી પોલીસે સ્થિતિ જોતા જ બેરિકેડીંગ કરી દીધુ હતું. જો કે VHP અને બજરંગ દળના સભ્યો બેરિકેડિંગ પર ચઢીને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. હાથમાં ઓવૈસીની તસવીરો લઇને વિરોધ કર્યો. તેમજ પોસ્ટર પર લખેલુ હતું કે સંસદની મર્યાદા તોડનારા આવા સાંસદ ન જોઇએ. દિલ્હી પોલીસ કેસરી ગમછામાં સજ્જ યુવકોને ઘટના સ્થળેથી હટાવતી પણ જોવા મળી હતી.

[[$alsoread]]

જય પેલેસ્ટાઇનના લગાવ્યા નારા

મહત્વનું છે કે 25 જૂન લોકસભામાં સંસદ સભ્ય તરીકે શપથ લેતી વખતે અસદુદ્દીન ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવીને વિવાદ સર્જ્યો હતો. ઉર્દૂમાં શપથ લીધા બાદ અંતે તેમણે 'જય ભીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન'નો નારા આપ્યો હતો. તેમણે સંસદમાંથી યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઈનના ગાઝા ક્ષેત્રના લોકો સાથે એકતા વ્યક્ત કરી હતી. તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવતા જ શાસક પક્ષના સાંસદોએ ઘણી મિનિટો સુધી હંગામો મચાવ્યો હતો.

ઓવૈસીએ કર્યો બચાવ

આ અંગે ઓવૈસીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે સત્તાધારી પક્ષે જે કરવું હોય તે કરવા દો. હું પણ બંધારણ વિશે થોડું જાણું છું. આ ખાલી ધમકીઓ મારા પર કામ નહીં કરે.


  • Follow us on: