તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસ દરમિયાન શીખ સમુદાય અંગે કરેલી ટિપ્પણી અંગે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ બચાવ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા મેં કરેલી વાતને ખોટી રીતે રજૂ કરીને જુઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા મારી વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે હું શીખ સમુદાયને પૂછવા માંગું છું કે શું મારા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી કશું ખોટું હતું? ભાજપ મારી ટિપ્પણીઓ અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. હું ભારતમાં અને વિદેશમાં રહેતા દરેક શીખને પુછવા માંગું છું કે મેં જે કંઈ કહ્યું તે શું ખોટું કહ્યું હતું? જુઠનો સહારો લઈને ભાજપ મને ચૂપ કરાવવા માંગે છે. શું ભારત એવો દેશ ન હોવો જોઈએ કે જ્યાં દરેક શીખ અને દરેક ભારતીય કોઈપણ જાતનાં ડર વિના પોતાનાં ધર્મનો સ્વતંત્ર રીતે પાલન કરી શકે? જો કે શીખ સમુદાય વિરોધી ટિપ્પણી બદલ છત્તીસગઢમાં રાહુલ ગાંધી સામે 3 FIR કરવામાં આવી છે.


રાહુલ ગાંધીએ શું પોસ્ટ કરી?

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી હતી કે હંમેશની જેમ ભાજપ જૂઠનો સહારો લઈ રહ્યો છે. તેઓ મને ચૂપ રાખવા માટે તત્પર છે. કારણ કે તેઓ સત્ય પચાવી શકે તેમ નથી કે સત્ય સ્વીકારી શકે તેમ નથી. હું હંમેશા ભારતીય મૂલ્યો માટે બોલતો રહીશ. વિવિધતામાં આપણી એકતા, સમાનતા અને પ્રેમ એ આપણા નૈતિક મૂલ્યો છે.

ભારતમાં મૂલ્યોની લડાઈ :

ભારતમાં કેન્દ્ર સરકારમાં ધાર્મિક અલ્પસંખ્યકો સામેની સમસ્યાઓ પર પ્રકાશ પાડતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં એ મુદ્દે લડાઈ ચાલી રહી છે કે શું કોઈ શીખ ગુરુદ્વારા જઈ શકે છે કે પાઘડી અને કડું પહેરી શકે છે? કારણ કે ભાજપનો એજન્ડા હિન્દુ રાષ્ટ્રવાદી છે જે દેશનાં બહુવિધ સાંસ્કૃતિક તાણાવાણાને સ્વીકારવા ઈનકાર કરે છે.


  • Follow us on: