• દિલ્હીમાં કાળઝાળ ગરમી બાદ રાહત
  • વરસાદ વરસતા ફરી વળી ઠંડકની લહેર
  • ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ

દિલ્હીવાસીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે બહુ જલ્દી દિલ્હીને ગરમીથી રાહત મળશે. ત્યારે થયુ પણ એવુ જ. દિલ્હીમાં વરસાદી માહોલ જામતા દિલ્હીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઇ રહ્યો છે.

રોહિણી વિસ્તારમાં ભારે વરસાદ

[[$googlead]]

ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ વરસાદની શક્યતા છે. આ વરસાદે ગરમીથી ત્રસ્ત લોકોને રાહત આપી હતી. રોહિણી વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો, જ્યારે રાજૌરી ગાર્ડન, ધૌલા કુઆન, એઈમ્સ અને અન્ય ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો હતો.

[[$alsoread]]

વાતાવરણમાં ફરી વળી ઠંડકની લહેર

બીજી તરફ નોઈડા ફિલ્મ સિટી અને સેક્ટર 15-16 સિવાય નોઈડા એક્સટેન્શનના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે નોઈડાના હવામાનમાં પણ બદલાવ આવ્યો છે. હવે વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી. ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદની મજા માણી હતી. ઘણી જગ્યાએ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ આ સ્થિતિ થોડા સમય માટે જ રહી હતી. 

  • Follow us on: