• દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં રેકોર્ટ બ્રેક વરસાદ
  • દેશમાં અનેક રાજ્યોમાં વરસાદના કારણે તારાજી
  • વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

દેશમાં અનેક રાજ્યોમાં વરસાદના કારણે તારાજી સર્જાઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં રેકોર્ટ બ્રેક વરસાદ નોંધાયો હતો. ત્યારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાય ગયા હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણી ભરાવાના કારણે અનેક જગ્યા પર પરિસ્થિતિ વધુ વણસી હતી.

દિલ્હી-NCRના હવામાનને લઈને આગાહી

ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા દિલ્હી-NCRના હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં દિલ્હીવાસીઓને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. જો કોઈ આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળે છે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે પણ દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી થોડા જ કલાકોમાં સિવિલ લાઈન્સ, દિલશાદ ગાર્ડન, સીમાપુરી, કાશ્મીરી ગેટ, રાજૌરી ગાર્ડન, લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, ITO, દિલ્હી કેન્ટ, અક્ષરધામ, પાલમ, સફદરજંગ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

દિલ્હી અને NCRમાં ભારે વરસાદ જોવા મળ્યો

બુધવારે દિલ્હી અને NCRમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. સાંજે કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ તો કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. આ તે સમય હતો જ્યારે લોકો ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, તેથી તેમના માટે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. આટલું જ નહીં, ઘણા લોકોના વાહનો તૂટી પડ્યા અને ઘણી બાઇકો રસ્તાની બાજુમાં પાર્ક થઈ ગઈ. અનેક સ્થળોએ ભારે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.


  • Follow us on: